Recipe/ ઘરે આ રીતે બનાવો મકાઈ ના વડા , નોંધીલો ઝડપથી રેસિપી

બારે મહિના મકાઈ મળતી જ હોય છે ચોમાસામાં ભજીયા, દાળવડા અને મકાઈના વડા ખાવાની જે મજા છે ને એકદમ અલગ હોય છે

Food Lifestyle
Untitled 285 5 ઘરે આ રીતે બનાવો મકાઈ ના વડા , નોંધીલો ઝડપથી રેસિપી

શું તમે રોજ એક ની એક ડીશ ખાઈને કંટાળી ગયા . તો આજે અમે તમારા તમારા માટે તમારી પસંદની વાનગી લઈને આવી રહ્યા છીએ. બારે મહિના મકાઈ મળતી જ હોય છે ચોમાસામાં ભજીયા, દાળવડા અને મકાઈના વડા ખાવાની જે મજા છે ને એકદમ અલગ હોય છે.તેમજ શિયાળા માં પણ મકાઈ તેમજ તેમાંથી બનતી વાનગી ખાવાની માજા પડતી હોય છે .

સામગ્રી:
2.5 મકાઈના દાણાં,
એક જીણી સમારેલી ડુંગળી,
ઝીણા સમારેલા લીલા ધાણા,
1.5 કપ ચણાનો લોટ,
1/2 ટીસ્પૂન હળદર,
૨ ટી.સ્પૂન લાલ મરચું,
૧ ટી સ્પૂન ધાણાજીરુ,
૧ ટી સ્પૂન ગરમ મસાલો
એકથી દોઢ ઇંચ ઝીણું સમારેલું આદુ,
એકથી બે ઝીણા સમારેલા લીલા મરચાં,
સ્વાદ પ્રમાણે મીઠું

Untitled 285 6 ઘરે આ રીતે બનાવો મકાઈ ના વડા , નોંધીલો ઝડપથી રેસિપી

મકાઈ ના વડા બનાવવાની રીત

અઢી કપ મકાઈના દાણાને મિક્સરમાં અચકાચરા વાટી લઈશું. અચકાચરા ગ્રાઈન્ડ કરેલા કોર્નમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, સમારેલા લીલાં મરચાંના ટુકડા, એકથી દોઢ ઇંચ ઝીણું સમારેલું આદુ, આદુ તમે ગ્રેટ કરીને પણ નાખી શકો છો,

અડધી ચમચી હળદર, એકથી દોઢ ટીસ્પૂન ધાણાજીરું, દોઢથી બે ટી સ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો ,સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સમારેલા લીલા ધાણા અને જરૂરિયાત પ્રમાણે આપણે દોઢ કપ ચણાનો લોટ નાખીશું.ચણાનો લોટને ચારીને લઈશું તો કોર્ન વડા સરસ બનશે. મિત્રો, ઘણી વખતે મકાઈના દાણા માંથી પાણી છૂટતો હોય છે જ્યારે તમે વડા માટે લોટ તૈયાર કરો અને ઢીલું લાગે તો તમે એ પ્રમાણે ચણાનો લોટ ઉમેરી શકો છો.

હવે આ મિશ્રણમાંથી તમે વડા બનાવી લો. હવે આ હાથની મદદ વડે તૈયાર કરેલા વડાને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરવા માટે મુકીશું. વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડીયમ રાખીશું. મિત્રો આ વડા ગરમાગરમ સર્વ કરીને ખાવાની વધારે મજા આવશે.જયારે સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને પલટાવી લઈશું. વડાને આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. તૈયાર થયેલા આ વડાને આપણે બાઉલમાં કાઢી લઈશું. મિત્રો તમે પણ આજે જ ટ્રાય કરો. કેવી લાગી જરૂરથી જણાવશો.

Untitled 285 7 ઘરે આ રીતે બનાવો મકાઈ ના વડા , નોંધીલો ઝડપથી રેસિપી