Not Set/ પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

ભુજંગાસન – આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો. આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી તમારી જાતને યથાવત રાખો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને […]

Health & Fitness
silhouette yoga wallpaper 61322 63139 hd wallpapers પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

ભુજંગાસન – આ આસન કરવા માટે પહેલા પેટના બળ પર ઊંઘી જાઓ અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારા શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ઘકેલો.

bhujangasana પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ સર્જાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી તમારી જાતને યથાવત રાખો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને સ્નાયુ મજબૂત બનશે.

ધનુરાસન – આ આસન કરવા માટે પણ તમારે ઉપર મૂજબ પેટના બળ પર ઊંઘવું પડશે. આ સ્થિતિમાં તમારા હાથ નીચેની તરફ જ રાખો. ધીમે-ધીમે પગ, માથું અને ખભો ઉપરની તરફ ઉઠાવો.

dhanurasana steps hindi patanjali yoga પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

સાચી સ્થિતિમાં આવતા તમારા હાથથી પગને કસીને પકડી લો. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી યથાવત રહો. આ આસન કરવાથી તમારા પગ, ખભો અને પેટના સ્નાયુમાં ખેંચાણ સર્જાશે.

પશ્ચિમોત્તાનાસન – આ આસન ક્રિયામાં તમારા પગ પર દબાણ પડે છે જેની સીધી અસર પેટની ચરબી પર પડે છે. આ આસન કરવા માટે સીધા ઊંઘી જાઓ. ધીમે-ધીમે તમારા શરીરના ઉપરના હિસ્સાને ઉઠાવો અને બેસી જાઓ.

Paschimottanasana પેટની ચરબી ઉતારવા ઉપયોગી આસનો

હાથને ઉપર કરો અને આગળની તરફ નમતા તમારા હાથની મદદથી પગને સ્પર્શ કરો. 10 સેકન્ડ સુધી આ સ્થિતિમાં યથાવત રહો. આનાથી તમારું પેટ અંદરની તરફ દબાશે. જો તમારું પેટ વધારે પડતું આગળની તરફ વધી ગયું છે તો આ આસન નિયમિતરૂપે કરવાથી તમને સારો ફાયદો મળશે