Lifestyle News: તુલસીના પાન વાળનો ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. તુલસીનો ઉપયોગ પૂજામાં જ નહીં પરંતુ ભોજનમાં પણ થાય છે. તુલસીમાં ઔષધીય ગુણો છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. એટલું જ નહીં તુલસીના પાન વાળ માટે વરદાનથી ઓછા નથી.
તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ પૂજાથી લઈને સ્વસ્થ્ય માટે પણ ઉપયોગી થાય છે. શરદી અને ઉધરસથી છૂટકારો મેળવવા માટે તુલસીની ચા પીવો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાવાથી લઈને ચહેરા અને વાળ પર લગાવવા સુધી તુલસીના પાનનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ વાળના ગ્રોથ, ડ્રાયનેસ ઘટાડવા અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે થાય છે. જાણો વાળમાં તુલસીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો.
વાળના ગ્રોથ માટે તુલસીના ફાયદા
- તુલસીમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળને ડેન્ડ્રફની સમસ્યાથી રાહત આપે છે
- ખોપડી ઉપરની ચામડીમાં કોઈપણ પ્રકારનો ચેપ હોય તો તુલસીની પેસ્ટ લગાવવાથી તે મટે છે.
- વાળના ગ્રોથ માટે તુલસીના પાનનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે.
- તુલસીના અર્કનો ઉપયોગ ચમક લાવવા અને વાળને સ્વસ્થ બનાવવા માટે થાય છે.
- જે લોકો બે મોઢા વાળા વાળથી બચવા માંગતા હોય તેઓએ તુલસીનો ઉપયોગ કરવો જોઈએ.
- ડ્રાય વાળમાંથી ડ્રાર્ઈનેસ ઘટાડવા માટે, નાળિયેર તેલમાં તુલસીને મિશ્રિત કરો.
કઈ રીતે ઉપયોગી
- તુલસીનું પાણી- વાળ ધોવા માટે તુલસીના પાણીનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. આ માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને પછી આ પાણીથી વાળ ધોઈ લો.
- તુલસી નાળિયેર તેલ- તુલસીના પાનનો ઉપયોગ ડ્રાય અને નિર્જીવ વાળ માટે થાય છે. આ માટે નારિયેળના તેલમાં તુલસીના પાન નાખીને ગરમ કરો. આ તેલની માલિશ કરો અને પછી વાળ પર ગરમ રુમાલ લગાવો. તેનાથી વાળની ડ્રાયનેશ દૂર થશે
- તુલસી લીમડાનો હેર માસ્ક- વાળ માટે તુલસી અને લીમડો બંને ફાયદાકારક છે. લીમડાના પાન સાથે તુલસીના પાનને પીસીને આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ અડધા કલાક પછી સાદા પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…
આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ
આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના