આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે તણાવપૂર્ણ જીવન જીવે છે. આવી સ્થિતિમાં પાર્ટનર સાથે સેક્સ્યુઅલ રિલેશનમાં કંટાળો આવવા લાગે છે. આનાથી સંબંધોમાં ખટાશ આવે છે જેનાથી ડિપ્રેશન અનેકગણું વધી જાય છે. દરેક વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જો તમારા જીવનમાં પણ આવું છે તો શારીરિક સંબંધ બાંધતા પહેલા વિજ્ઞાન દ્વારા સાબિત થયેલ અમુક ખાસ ખોરાકનું સેવન કરો. ચોક્કસપણે, આ વસ્તુઓનું સેવન કરવાથી તમારો મૂડ સુધરશે અને તમારી સહનશક્તિમાં વધારો થશે અને તમે તમારા જીવનસાથી પર તમારો પ્રેમ વરસાવવા માટે તૈયાર હશો. ચાલો જાણીએ કેટલાક એવા હેલ્ધી ફૂડ્સ વિશે જે શારીરિક સંબંધ બાંધતા પહેલા ખાવાથી ફાયદો થાય છે.
આ ખોરાક જાતીય સંબંધ સુધારવામાં ફાયદાકારક સાબિત થશે
બ્લેક રાસબેરિઝ
બ્લેક રાસબેરી એ સ્ટ્રોબેરી જેવું જ ફળ છે જે ખૂબ જ શક્તિશાળી હોય છે. તેમાં ફાયટોકેમિકલ્સ હોય છે જે કામવાસના અને સહનશક્તિ બંનેને વધારે છે. ભારતમાં રાસબેરી ઓછી ઉપલબ્ધ છે પરંતુ તમે તેના બદલે જામનુ અથવા સ્ટ્રોબેરી ખાઈ શકો છો.
દાડમ
વેબએમડીએ સંશોધનને ટાંકીને કહ્યું છે કે દાડમ જાતીય સંબંધોમાં તાજગી લાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી પ્રજનન ક્ષમતા અને સેક્સ પાવર વધે છે. રિસર્ચ મુજબ શારીરિક સંબંધ પહેલા દાડમના રસનું સેવન કરવાથી મૂડ સારો થાય છે. શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે અને સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે.
તરબૂચ
ઉનાળાની ઋતુ આવી ગઈ હોવાથી તરબૂચ માત્ર ડિહાઈડ્રેશનમાં જ ફાયદાકારક નથી પરંતુ તે જાતીય સંબંધો દરમિયાન કામેચ્છા ઝડપથી વધારવામાં પણ મદદરૂપ છે. તરબૂચમાં સિટ્રુલિન અને આર્જિનિન જેવા એમિનો એસિડ જોવા મળે છે. આ બંને એમિનો એસિડ રક્તવાહિનીઓને આરામ આપે છે. આ એમિનો એસિડના કારણે પ્રાઈવેટ પાર્ટ તરફ લોહીનો પ્રવાહ વધે છે.
એવોકાડો
એવોકાડો પોષક તત્ત્વોનો ભંડાર છે પરંતુ તે જાતીય સંવર્ધક પણ છે. તેમાં પર્યાપ્ત માત્રામાં હેલ્ધી ફેટ અને ફાઈબર મળી આવે છે જે એનર્જી અને સ્ટેમિના બંનેને વધારે છે. તેમાં વિટામિન B6 જોવા મળે છે જે થાક દૂર કરે છે. થાક દૂર કરવાથી મૂડ સુધરે છે.