પોરબંદર/ પોરબંદરના એક નાનકડા શિવમંદિરમાં થયો ચમત્કાર, શિવલિંગની ફરતે વીંટાઈ ગયો સાપ

પોરબંદરના શહેરમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરમાં આ ચમત્કાર થયો હતો. આ ભાવેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો, આ મંદિરમાં અનેક ભક્તો પૂજા..

Gujarat Others
ચમત્કાર

આજનો યુગ એ 21 મી સદીનો યુગ કહેવાય છે, જેમાં અનેક ચમત્કારો થતા રહે છે, જને લઈને લોકોમાં કુતુહલ પણ જોવા મળતું હોય છે. આ કારણે કેટલાક કિસ્સાઓમાં લોકોને પણ ખાસ રૂચી રહેતી હોય છે. જયારે બીજી આપનું માનવ જીવન પણ કેટલાક રહસ્યોથી ભરપુર છે અને જ્યાં આપના ભારત દેશમાં ડગલે ને પગલે ભક્તિનો વાસ છે. આ જ પ્રમાણે રાજ્યમાં આવેલા પોરબંદરના એક નાનકડા શિવમંદિરમાં ચમત્કાર સર્જાયો હતો.

આ પણ વાંચો :ચંદ્રપાર્ક-પર્ણકુટિર સોસાયટીમાં કોરોનાના કેસ મળી આવતા સઘન ટેસ્ટીંગ શરૂ કરાયું

આ ઘટનાની વાત કરીએ તો, પોરબંદરના શહેરમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરમાં આ ચમત્કાર થયો હતો. આ ભાવેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો, આ મંદિરમાં અનેક ભક્તો પૂજા કરવા આવતા હોય છે અને આવામાં સોમવારે બપોરે મંદિરના પૂજારી દ્વારા ગર્ભગૃહની સફાઈ કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સાપ આવી ચઢ્યો હતો. મંદિરના પૂજારી અશ્વીનીગીરી ગોસ્વામીની નજરે આ સાપ ચઢ્યો હતો. જોતજોતામાં સાપ શિવલિંગને ફરતે વીંટળાઈ ગયો હતો.

શિવમંદિરમાં અચાનક આવેલા સાપથી ત્યાં હાજર પુજારી અને ભક્તો સાપ જોઇને ડરી ગયા હતા, પરંતુ શિવમંદિરમાં સાપ આવવાની ઘટનાને લોકોએ શ્રદ્ધા ગણાવી હતી અને સાથે આ જોઇને લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ

બીજી બાજુ શિવમંદિરમાં સાપ આવી ચઢ્યાની ઘટના વાયુવેગે ફેલાઈ ગઈ હતી, સાથે જ તેના વીડિયો પણ પોરબંદરના સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પણ વાંચો :આર્યન ખાન સહિતના આરોપીના મોબાઈલ મોકલાયા ગાંધીનગર, થઈ શકે છે મોટા ખુલાસા

આ પણ વાંચો :આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો મંગલમય પ્રારંભ, પરંતુ સરકારના નિયમોનું પાલન કરવું પડશે…

આ પણ વાંચો : માર્કેટીંગ યાર્ડના પરિણામમાં ખેડૂત વિભાગમાં ભાજપ આગળ, વેપારી પેનલમાં રસાકસી જોવા મળી