Not Set/ અગાઉના હોદ્દેદારો ન કરી શક્યા તે કામ પટેલ – પાટીલે કરી બતાવ્યું

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્યાતિભવ્ય વિજય તે પેજ પ્રમુખની રણનીતિ અને મજબૂત સંગઠનનું પરિણામ છે

India Trending
chemistri 1 અગાઉના હોદ્દેદારો ન કરી શક્યા તે કામ પટેલ - પાટીલે કરી બતાવ્યું

ગાંધીનગર મહાનગરપાલિકાની રચનાને દસ વર્ષ થયા છતાં તેમાં ભાજપ એક પણ વખત જીત્યું ન હોતું જીત ન મળી છતાં સત્તા ભોગવી એ અલગ વાત છે. પરંતુ આ વખતે એટલે કે ૨૦૨૧માં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા તે પ્રમાણે ૪૪ બેઠકો પૈકી ભાજપે ૪૧ બેઠકો સાથે વિક્રમ સર્જક વિજય મેળવ્યો છે. કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી છે. અગાઉ તેની ૧૫ હતી. જ્યારે સુરતમાં વિજય બાદ ગુજરાતમાં ભાજપને પડકાર ફેંકવા માટેના બીજા પગથીયા સમાન ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટીને ધોળે દિવસે તાળા દેખાડી દીધા છે. ભાજપે ૧૧ પૈકી ૮ વોર્ડમાં આખી પેનલ જીતી છે જ્યારે ત્રણ વોર્ડમાં પેનલ તૂટી છે અને તેમાંથી કોંગ્રેસ અને આપનો ત્રણનો ટોટલ થયો છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર છે. જ્યાં ૧૯૯૫થી ભાજપની સરકાર છે તેમ છતાં નગરપાલિકા હતી ત્યાં સુધી ભાજપનું શાસન નહોતું. મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં ૩૦ પૈકી કોંગ્રેસે ૧૭ બેઠકો સાથે બહુમતી મેળવી હતી. થોડા સમય રાજ પણ કર્યું અને પછી મેયર સહિતના ત્રણ સભ્યો ભાજપમાં ભળી ગયા એટલે ભાજપનું રાજ આવ્યું. ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ૩ેસને ૧૬ – ૧૬ બેઠકો મળી એટલે ક્રિકેટની ભાષામાં કહીએ તો ટાઈ થી પરંતુ કોંગ્રેસના એક કોર્પોરેટર કેસરી ખેસ પહેરી પ્રમુખ બન્યા અને કોંગ્રેસ હાથ ઘસતી રહી ગઈ.

jio next 5 અગાઉના હોદ્દેદારો ન કરી શક્યા તે કામ પટેલ - પાટીલે કરી બતાવ્યું
ગાંધીનગર મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી યોજાઈ ત્યાં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે નરેન્દ્રભાઈ મોદી હતા અને પ્રદેશ ભાજપ પ૩મુખ તરીકે કેન્દ્રના હાલના કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા હતા. જ્યારે ૨૦૧૫ની બીજી ચૂંટણી વખતે ગુજરાતના મુખ્યમંત્રી પદે આનંદીબેન પટેલ હતા. જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણી હતા. હવે આ વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ છે. જેથી સોશ્યલ મીડિયામાં એવી ટકોર પણ આવી ગઈ કે જે કામ ગાંધીનગરમાં મોદી રૂપાલા કે આનંદીબેન અને રૂપાણી ટીમ ન કરી શકી તે કામ પટેલ – પાટીલની જાેડીએ કરી બતાવ્યું. જીતુભાઈ વાઘાણીના સમયગાળામાં જૂનાગઢ નગરપાલિકામાં ૫૨માંથી મોટા ભાગની બેઠકો જીતી ભાજપ જીત્યું ૨૦૨૦માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં તમામ છ મહાપાલિકાઓમાં તોતીંગ બહુમતી સાથે ભાજપનું રાજ આવ્યું. સુરતમાં તો કોંગ્રેસનું ખાતુ ન ખૂલ્યું પણ આપ ૨૭ બેઠકો લઈ ગયું. બાકીના પાંચ મહાનગરોમાં એકને બાદ કરતા બાકીના કોઈ મહાનગરમાં કોંગ્રેસ ડબલ ડીજીટમાં પણ પહોંચી શકી નથી.

Bhupendra Patel
Bhupendra Patel Gujarat CM

હવે ભાજપ માટે માત્ર ગાંધીનગર કાયદેસર રીતે સર કરવાનું બાકી હતું. પટેલ – પાટીલની જાેડી માટે લિટસમ ટેસ્ટ હતો. ૨૦૨૨ની ચૂંટણી પહેલાનું રિહર્સલ હતું. આ વખતે સીધો નહિ પણ ત્રિપાંખીયો જંગ હતો. કોંગ્રેસને આપ નડી ગયું તેવું ઘણા લોકો કહે છે તો અમૂક બેઠકો પર આપને કોંગ્રેસ પણ નડી છે. અમુક બેઠકો એવી છે કે જ્યાં આપ કોંગ્રેસનો સરવાળો થાય તેના કરતા વધુ મતો ભાજપને મળ્યા છે. આ નોંધવા જેવી બાબત કહેવાય. એક વિશ્લેષકે તો એવું પણ કહ્યું કે ગાંધીનગરની ૪૪ બેઠકો થઈ ૧૨ વધી ૧૫ ગામ અને પેથાપુર નગરપાલિકા તેમાં ભળી એટલું જ નહિ પણ તેમાં પણ જે રીતે સીમાંકન થયું તેનો લાભ ભાજપને ચોખ્ખો મળ્યો છે.

સર્વોપરી
સરકારી કર્મચારીઓની વસાહતો વાળા વોર્ડોમાં સીમાંકનની અદલા બદલી તો નડી જ છે તો સાથો સાથ રૂપાણી સરકારે વિદાય લેતા પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને એચ.આર. વધારાની જે લહાણી કરી અને સરકારી કર્મચારી પરિવારની આવક વધારી દીધી તેના કારણે સરકારી કર્મચારીઓનો એક મોટો વર્ગ ભાજપની છાવણીમાં આવી ગયો હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસે છે. બીજી બાજુ દરેક ચૂંટણીને ગંભીરતાથી લેવાની ભાજપની જે સ્ટાઈલ છે તે પ્રમાણે આ એક કોર્પોરેશનની ચૂંટણીમાં લીધી દરેક વોર્ડમાં મંત્રીઓને જવાબદારી સોંપી ધારાસભ્યોની ફોજ પણ કામે લાગી તેના કારણે તે મહેનત લેખે લાગી ગઈ તેવું તારણ નિકળે છે.

election1 અગાઉના હોદ્દેદારો ન કરી શક્યા તે કામ પટેલ - પાટીલે કરી બતાવ્યું
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોણે કોના મત કાપ્યા ? મેળવ્યા તેના કરતા ભાજપે અને તેમાંથી ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખે પેટા ચૂંટણીઓ અને સ્થાનિક ચૂંટણીઓથી અપનાવેલી પેજ પ્રમુખની ફોમ્ર્યુલા ફરી એકવાર સફળ પૂરવાર થઈ અને ભાજપને ગુજરાતમાં બાકી રહેલું એક મહાનગર તોતીંગ બહુમતી સાથે મળી ગયું. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ, અન્ય વર્ગ પ્રધાનો અને આગેવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારો એમ પાંચ ભાગ છે અને આ ભાજપને જે ૪૧ બેઠકો મળી તે એ વાતની સાબિતી આપે છે કે ભાજપનું સંગઠન તેને કામ આવ્યું છે.

લખીમપુર ખેરી હિંસા / વાયા લખીમપુર પંજાબમાં સત્તાનો તાજ મેળવશે કોંગેસ ? નવજોત સિંહ સિદ્ધુ લખીમપુર ખેરી સુધી પદયાત્રા કરશે

લખીમપુર હિંસા / અમિત શાહને મળ્યા યુપીના ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા, દીકરા પર છે ખેડૂતો પર ગાડી ચડાવાનો આરોપ
કોંગ્રેસ બાબતમાં તો શું કહેવું ? તેના વિશે તો આખો લેખ લખાય તેમ છે. સોશ્યલ મિડિયામાં એક એવી પણ ટકોર પણ આવી કે કોંગ્રેસને મત આપતા મતદારોએ એવું નક્કી કરી નાખ્યું કે અમે જે કોંગ્રેસી આગેવાનને મત આપીએ છીએ તે ચૂંટણી પછી ગમે તે કારણોસર ભાજપની છાવણીમાં ચાલ્યો જાય છે. તેના કરતા અમે જ શા માટે પહેલેથી ભાજપને મત ન આપીએ ? આ ટકોર સાચી જ છે. ગાંધીનગર મહાપાલિકામાં બે – બે ચૂંટણીથી આવું બન્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ ભૂતકાળમાં આજ પ્રકારની ભવાઈ ભજવાઈ છે. પછી પ્રજા ભાજપને જ મત ન આપે તો બીજું શું કરે ?

નોબેલ પુરસ્કાર / રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુસી મેકમિલાનને એનાયત 

Jio Vs Airtel: / જાણો 5G ના બે નેટવર્ક વચ્ચે શું તફાવત છે, કોણ બેસ્ટ હશે?

Auto / કાર વીમાની માન્યતા સમાપ્ત થાય તે પહેલા રિન્યૂ કરાવો, તમને ઓછા પ્રીમિયમ સાથે મળશે આ લાભ

અત્યારે હવે તમામ આઠેય મહાનગરો પર ભાજપનું શાસન આવી ગયું છે. કોંગ્રેસનું સાવ નામું નખાયું છે સરુતમાં ૨૭ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માંડ માંડ ખાતુ ખોલી શકી છે. બીજું ગાંધીનગર એ રાજ્યનું પાટનગર છે. ત્યાંની સ્થાનિક, સંસ્થામાં સત્તાધારી પક્ષનું શાસન હોવું જાેઈએ તે ગણિત સાથે ભાજપે ઘડેલી રણનીતિ સફળ પૂરવાર થઈ છે. બીજીવાત એ કે ગાંધીનગર મહાનગર એ ગાંધીનગર સંસદીય મતવિસ્તારનો એક ભાગ છે. અને ગાંધીનગરના સંસદીય સભ્ય અમિત શાહ હાલ કેન્દ્રના પ્રધાન મંડળમાં ગૃહ અને સહકારિતા મંત્રી છે. અમિત શાહ અનેકવખત ભાજપ માટે ચૂંટણી ચાણક્ય પૂરવાર થઈ ચૂક્યા છે. હવે તેના વિસ્તારમાં ભાજપ વિરોધી પક્ષ વધુ બેઠકો લઈ જાય તે કેમ ચાલે ? અમિત શાહે દિલ્હી બેઠા બેઠા પણ જરૂરી વ્યૂહ ઘડી તેનો અમલ કરી બતાવ્યો છે.