Corona report/ હવે ઘરે બેઠા 20 સેકેન્ડમાં મેળવો કોરોના રિપોર્ટ, માત્ર 100 રૂપિયાનો થશે ખર્ચ

ડીપ એક્સ ડિવાઇઝથી લેસ હાઈટેક ફોલ્ડિંગ પોર્ટેબલ મશીનને બનાવવા માટે MNIT ને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના DST તરફથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. હવે જલ્દી જ આ અંગેનું મશીન તૈયાર કરવામાં આવશે

India
corona test

પ્રયાગરાજના મોતીલાલ નેહરુ રાષ્ટ્રીય પ્રાધ્યોગિકી સંસ્થા (MNIT) ના વૈજ્ઞાનિકો જલ્દી જ એક મશીન તૈયાર કરવા માટે જઈ રહ્યા છે કે જેનાથી માત્ર 20 સેકેન્ડમાં તમને કોરોના રિપોર્ટ મળી જશે. આ રિપોર્ટ તમને 100 રૂપિયાના નજીવા દરે ઘરે બેઠા જ મેળવી શકશો. MNIT ના વૈજ્ઞાનિકો આ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

ડીપ એક્સ ડિવાઇઝથી લેસ હાઈટેક ફોલ્ડિંગ પોર્ટેબલ મશીનને બનાવવા માટે MNIT ને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના DST તરફથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. હવે જલ્દી જ આ અંગેનું મશીન તૈયાર કરવામાં આવશે જેથી કોરોના તપાસમાં સરળતા અને રાહત મળી શકે.

આ મશીન એક્સરે સ્કેન દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની તપાસ કરી લેશે. ડીપ એક્સ ડિવાઇઝના સોફ્ટવેરને પોર્ટેબલ એક્સરે સ્કેનર સાથે જોડીને જીણવટ પૂર્વક તપાસ કરી શકાશે. આ પોર્ટેબલ એક્સરે મશીન સાથે જોડીને સોફ્ટવેર સંક્રમિત વ્યક્તિના ફેફસાને સ્કેન કરીને અપલોડ થયેલા એક્સરેની તપાસ કરશે.

આ બધી જ વસ્તુઓની તપાસ માત્ર 20 સેકેન્ડમાં મશીન કરી લેશે અને આ અંગે 100 રૂપિયા જેવો નજીવો ખર્ચ આવશે તથા વ્યક્તિને કોરોનાની તપાસનો રિપોર્ટ તત્કાલ મળી જશે. આ મશીન એટલું નાનું છે કે, સુટકેશમાં પણ સરળતાથી આવી શકે છે. આ માટે પાંચ વ્યક્તિઓની ટીમ કાર્ય કરી રહી છે. મિકેનિકલ બ્રાંચના ડો. મુકુલ શુક્લા, ડો. પ્રવિણ અગ્રવાલ, કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ડો. સજિતા. ડો નવજોતસિંહ સિદ્ધુ અને રેડીયોલોજીસ્ટ દીપક ગુપ્તા જોરશોરથી કામ કરી રહ્યા છે.