contreversey/ મહુઆ મોઈત્રાનો ખુલાસો, ભેટ લઈ હિરાનંદાનીને લોકસભાનો પાસવર્ડ આપ્યો હોવાનો કર્યો સ્વીકાર

બીજેપી સાસંદ નિશિકાંત દુબેએ મહુઆ પર પૈસા લઈ ગિફ્ટ લેવાનો ટીએમસી સાંસદ પર આરોપ લગાવ્યો. આ મામલે ટીએમસી સાસંદ મહુઆ મોઈત્રાને 31 ઓક્ટોબરના રોજ સંસદની એથિક્સ કમિટિ સમક્ષ હાજર થવા સમન્સ આપવામાં આવ્યું છે

Top Stories India

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. આ દાવા બાદ રાજકીય સ્તરે મોટી ઉથલપાથલ જોવા મળી. પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા પર આરોપ છે કે તેઓએ મુંબઈના એક બિઝનેસમેનના કહેવા પ્રમાણે લોકસભામાં સવાલ પૂછ્યા હતા. લાંબા સમયથી આ મામલો ગરમાયો છે.

કેશ કોર કેરી મામલે ફસાયેલ  ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ કેટલાક ખુલાસા કર્યા. તાજેતરમાં મહુઆ મોહઈત્રાએ સ્વીકાર કર્યો છે કે તેણે હિરાનંદાનીને સંસદનો લોગઈન પાસવર્ડ આપ્યો હતો. આ કેસ 2005ના ‘કેશ ફોર ક્વેરી’ (પૈસા લઈને સવાલો પૂછવા) જેવો કેસની યાદ અપાવે છે. તે વખતે 11 સાંસદો પૈસા લઈને સવાલો પૂછતાં ઝડપાયા હતા. જ્યારે આ વખતે એક મહિલા સાંસદ પર ભેટ સોગાદ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા સામે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે મુંબઈના એક બિઝનેસમેનના કહેવા પર મહુઆ મોઈત્રાએ લોકસભામાં સવાલ પૂછ્યા હતા. આ માટે તેમને કેશ અને ગિફ્ટ આપવામાં આવી હતી. નિશિકાંતનો દાવો છે કે વકીલ જય અનંત દેહાદરાયે તેમને આ વાતના પુરાવા આપ્યાં છે. ભાજપના સાંસદનું કહેવું છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં કુલ 61માંથી લગભગ 50 એવા પ્રશ્નો પૂછ્યા હતા જે સુરક્ષા સાથે સંબંધિત હતા. આ મામલો ખૂબ જ ગંભીર છે.

મહુઆ મોઈત્રાએ ખુલાસામાં કહ્યું કે દર્શન હિરાનંદાનીના ઓફિસના કોઈ વ્યક્તિએ આ સવાલો ટાઈપ કર્યા હતા જે મેં લોકસભાની વેબસાઈટ પર આપ્યા હતા. આ પ્રશ્નો પૂછવાનું મને હિરાનંદાનીની ઓફિસમાંથી સૂચન કરવામાં આવ્યા બાદ હું આ પ્રશ્નો એક વખત વાંચી લેતી કેમકે હું પોતાના મતવિસ્તારના કાર્યોને લઈને વધુ વ્યસ્ત રહું છું. ટીએમસી સાંસદનો આ ખુલાસો દર્શન હિરાનંદાનીના એ આરોપ બાદ આવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે એક સાંસદે તેમને લોકસભાનો પોતાનો લોગઈન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. વધુમાં મહુઆ મોઈત્રાએ કહ્યું કે હિરાનંદાનીએ તેમને સ્કાર્ફ, લિપસ્ટીક, મેકઅપ અને મુંબઈ જવા માટે સુવિધા આપવા જેવી કેટલીક ગિફ્ટ આપી. જ્યારે તેમના બંગલા માટે હિરાનંદાની પાસેથી રૂપિયા લેવાનો આરોપ તેમણે ફગાવ્યો હતો.

બીજેપી સાસંદ નિશિકાંત દુબેએ મહુઆ પર પૈસા લઈ ગિફ્ટ લેવાનો ટીએમસી સાંસદ પર આરોપ લગાવ્યો. આ મામલે ટીએમસી સાસંદ મહુઆ મોઈત્રાને 31 ઓક્ટોબરના રોજ સંસદની એથિક્સ કમિટિ સમક્ષ હાજર થવા સમન્સ આપવામાં આવ્યું છે.