Not Set/ #Monsoon: આગામી 24 કલાક માટે મુંબઇ સહિત રાજ્યભરમાં ભારે વરસાદનું એલર્ટ

મુંબઇની સાથે સાથે ગુજરાતમાં નૈઋૃત્યનું ચોમાસું  આગળ વધ્યું છે. હવામાન વિભાગનાં અહેવાલ પ્રમાણે ચોમાસું નોર્ધન લિમિટ ઓફ દ્વારકા – અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસ એટલે ૪૮ કલાકમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે. જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…… હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નૈઋૃત્યનું […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
500945 rainumbrella700 #Monsoon: આગામી 24 કલાક માટે મુંબઇ સહિત રાજ્યભરમાં ભારે વરસાદનું એલર્ટ

મુંબઇની સાથે સાથે ગુજરાતમાં નૈઋૃત્યનું ચોમાસું  આગળ વધ્યું છે. હવામાન વિભાગનાં અહેવાલ પ્રમાણે ચોમાસું નોર્ધન લિમિટ ઓફ દ્વારકા – અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસ એટલે ૪૮ કલાકમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નૈઋૃત્યનું ચોમાસું ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન 22 અક્ષાંસ/60 દક્ષાંસથી દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેન્દ્રા, સુલતાનપુર, લમખીપુર ખેરી, અકીલા મુકતેશ્વરમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી ૧ જુલાઈથી ૩ જુલાઈ દરમિયાન નૈઋૃત્યનું ચોમાસું મધ્ય, પશ્યિમ ભારતમાં વધુ આગળ વધશે.

હવામાન વિભાગ જણાવે છે અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. આજે અને કાલે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાનની ખાનગી સંસ્થાનાં જણાવ્યાં પ્રમાણે, રવિવારે સવારનાં સમયે ગાજવીજ સાથે વરસાદ પડે  તેવી સંભાવના છે. રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

દક્ષિણ ગુજરાતમાં કાલ સવારથી વરસાદ વરસી રહ્યો છે, જયારે ભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.  ઉત્ત્।ર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. જયારે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં પણ વરસાદની શકયતા સેવાઈ રહી છે. જેને લઈને દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળશે.

રાજયભરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.  સમગ્ર ગુજરાતમાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં વડોદરામાં 7, તેમજ સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં 1-1 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જયારે રાજકોટ ગાંધીનગરમાં 2-2 ટીમો મૂકવામાં આવી છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

મુંબઇમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે મુંબઇમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ અનેક વિસ્તારમાં વરસાદ શરૂ છે. ત્યારે મુંબઇના ખાર અંડરપાસમાં પાણી ભરાતા લોકની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદ નોંધાતા બીએમસી એલર્ટ થઇ ગયું છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી વરસાદ હોવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.