Supreme Court-Surat Police/ સુપ્રીમ કોર્ટની અવગણના ભારે પડીઃ સુરતની વેસુ પોલીસને કોર્ટના તિરસ્કારની નોટિસ

સુપ્રીમ કોર્ટની અવગણના કરવાનું સુરત પોલીસને ભારે પડી ગયું છે. સુરતની વેસુ પોલીસને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ મળી છે. વેસુ પોલીસના પીઆઇ, ડીસીપી અને સીપીને આ નોટિસ ફટકારવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 12T154341.384 સુપ્રીમ કોર્ટની અવગણના ભારે પડીઃ સુરતની વેસુ પોલીસને કોર્ટના તિરસ્કારની નોટિસ

સુરતઃ સુપ્રીમ કોર્ટની અવગણના કરવાનું સુરત પોલીસને ભારે પડી ગયું છે. સુરતની વેસુ પોલીસને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ મળી છે. વેસુ પોલીસના પીઆઇ, ડીસીપી અને સીપીને આ નોટિસ ફટકારવામાં આવી છે.

વેસુ પોલીસ સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ તેના પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે તુષાર શાહ નામની વ્યક્તિ સામે છેતરપિંડીના કેસમાં તે વ્યક્તિને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે રાહત આપ્યા પછી પણ વેસુ પોલીસના પીઆઇએ રિમાન્ડ માંગ્યા હતા. આ વ્યક્તિ સામે છેતરપિંડીનો ગુનો હતો.

તુષાર શાહે છેતરપિંડીના કેસમાં વેસુ પોલીસની કાર્યવાહી પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જામીન મેળવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તુષાર શાહને 25 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યો હતો. વેસુ પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ તુષાર શાહને વેસુની કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આમ અહીં સ્પષ્ટ વાત એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશને સુરતની પોલીસ તેને ઘોળીને પી ગઈ છે. સુપ્રીમ કોર્ટ જે આરોપીના જામીન મંજૂર કરે છે તેને અવગણીને સુરત પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી છે. આમ સુરત પોલીસ શું પોતાને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર સમજવા લાગી છે. આ રીતે સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઉવેખીને સુરત પોલીસ છેવટે શું સાબિત કરવા માંગે છે.

ઉદ્યોગપતિ તુષાર શાહે દાખલ કરેલી કોર્ટના આદેશના તિરસ્કારની ફરિયાદ મુજબ પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં તેમની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1.6 કરોડ રૂપિયાની લાંચ માંગી ટોર્ચર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ તુષાર શાહની અરજીને ધ્યાનમાં લઈને ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દાયાણી, સુરત પોલીસ કમિશ્નર એકે તોમર અને તેમના ડેપ્યુટી વિજયસિંહ ગુર્જર, ઇન્સ્પેક્ટર આર કે રાવલ તથા તથા સુરત એડિશનલ ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટને આ કેસના સંદર્ભમાં નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટમાં હાજરી આપવામાંથી મુક્તિ આપી છે, પરંતુ જણાવ્યું છે કે જરૂર પડશે ત્યારે બિસ્તરા અને પોટલા લઈને હાજર રહેવું પડશે કારણ કે ત્યારે તેમને સીધા જેલમાં પણ મોકલવામાં આવી શકે.

કારોબારી તુષાર શાહના વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હોવા છતાં જામીનના ચાર દિવસ બાદ સુરત પોલીસે તેની સામે નીચલી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા અને 13 ડિસેમ્બરે તેમને 16 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ મેળવ્યો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ