Loan fraud/ મહિલાને 13 લાખની લોન માટે સાયબર ગઠિયાએ 39 લાખનો ચુનો લગાવ્યો

મહિલા જેટલી રકમની લોન લેવા માંગતી હતી તેનથી ત્રણ ગણી વધારે રકમ આ ગઠિયાએ પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી કરીને પડાવી હતી.

India
લોન

@નિકુંજ પટેલ

દિલ્હીમાં દિકરા માટે 13 લાખની એજ્યુકેશન લેવા માંગતી એક મહિલા પાસેથી સાયબર ગઠિયાએ 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહિલા જેટલી રકમની લોન લેવા માંગતી હતી તેનથી ત્રણ ગણી વધારે રકમ આ ગઠિયાએ પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી કરીને પડાવી હતી.

રોહીણીના ડીસીપી જીએસ સિધ્ધુના જમાવ્યા મુજબ આરોપીની ઓળખ શૈલેન્દ્ર ડબરાલ તરીકેની થઈ છે. તેની પાસેથી પોલીસે 4 મોબાઈલ કબજે કર્યા છે. જેનો ઉપયોગ તેણે મહિલાને છેતરવા માટે કર્યો હતો.

પોલીસે શૈલેન્દ્રની રોહીણી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પિડીતાએ કથિતપણે ન્યુ અશોકનગર નિવાસી આરોપી શૈલેન્દ્રને પ્રોસેસિંગ ફી પેટે 39 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ડીસીપી સિધ્ધુએ વધુમાં કહ્યું હતું કે આ છેતરપિંડી સંદર્ભે એનસીઆરપી (નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ) પર એક ફરિયાદ મળી હતી.

પિડીતાએ પોલીસને જણાવ્યું હતું કે તેને 13.50 લાખની એજ્યુકેશન લોન જોઈએ છે. જેને પગલે તેણે સુલેખા ડોટ કોમ પર તપાસ કરી હતી. જોકે વેબસાઈટથી લોન લીડ મેળવનારા દલાલે તેને રૂ. 39 લાખનો ચુનો લગાવ્યો હતો. ફરિયાદ મુજબ 10 એપ્રિલ 2023ના રોજ પિડીતાને એક ફોન આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ બ્રોકર નકુલ તરીકેની આપી હતી. નકુલે મહિલાને વાદો કર્યો હતો કે એક ફાયનાન્સ કંપની આર.એસ.એન્ટરપ્રાઈઝ મારફતે લોન અપાવવામાં મદદ કરશે. બાદમાં તેણે લોન એપ્રુવલ, એનસીપીસીઆઈ જેવી વિવિધ પ્રોસેસિંગ ફી પેટે પૈસાની માંગણી કરી હતી. જેની ચુકવણી પિડીતાએ ઓનલાઈન કરી હતી.

પિડીતાએ બે મહિનામાં 20 થી વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રૂ.39 લાખની ચુકવણી કરી હતી. બુધવારે પોલીસે નકુલને ઝડપી લીધો હતો. જેનું અસલી નામ શૈલેન્દ્ર ડબરાલ છે. ડબરાલે કહ્યું કે પહેલા તે લોન એજન્ટ તરીકે કામ કરતો હતો. તે સુલેખા ડોટ કોમ પરથી લોન લીડ લેતો હતો અને ગ્રાહકોનો સંપર્ક કરતો હતો. કમાણીની લાલચે તેણે લોકોને છેતરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે તે WeFast નામની એપની સેવાઓનો ઉપયોગ કરીને દસ્તાવેજો એકઠા કરતો હતો. લોકોનો વિશ્વાસ જીત્યા બાદ તેમની પાસેથી પ્રોસેસિંગ ફીના નામે પૈસા જમા કરાવવાનું કહેતો હતો. પોલીસ હાલમાં પિડીતાની ઓળખ કરવાના પ્રયાસ સાથે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bullet Train/રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ : દેશમાં ટૂંક સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન, જમીન સંપાદનનું કામ પૂર્ણ

આ પણ વાંચો:Beware of fake calls/ચેતજો…હવે સાયબર ઠગો આ રીતે તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે