T-20 SERIES/ ભારતે પ્રથમ T-20માં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું, વેંકટેશ અય્યરે સિકસ મારીને અપાવી જીત

ભારતે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે.

Top Stories Sports
22 1 ભારતે પ્રથમ T-20માં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું, વેંકટેશ અય્યરે સિકસ મારીને અપાવી જીત

ભારતે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 43 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ સિવાય કાયલ માયર્સે 31 રન અને કેપ્ટન પોલાર્ડે 19 બોલમાં 24 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતે 18.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ 19 બોલમાં 40 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ 18 બોલમાં 34 રન અને વેંકટેશ અય્યર 13 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યા હતા.