Not Set/ હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટને કહ્યું, છેલ્લી છ રાતથી સુતો નથી.

બાંગ્લાદેશ સામેની મેચ હાર્યા બાદ પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર નીકળી ગયું છે. 31 વર્ષનાં પાકિસ્તાન ટીમનાં કેપ્ટન સરફરાઝે હાર બાદ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ટીમનાં ખરાબ પ્રદર્શનની જવાબદારી હું મારા માથે લઉં છુ. એક કેપ્ટન તરીકે હંમેશા તમારા પર વધુ પ્રેશર હોય છે. મેચ બાદની કોન્ફરન્સમાં હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટને જણાવ્યું હતું કે, […]

Top Stories World Trending
pakistani captain હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટને કહ્યું, છેલ્લી છ રાતથી સુતો નથી.

બાંગ્લાદેશ સામેની મેચ હાર્યા બાદ પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર નીકળી ગયું છે. 31 વર્ષનાં પાકિસ્તાન ટીમનાં કેપ્ટન સરફરાઝે હાર બાદ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ટીમનાં ખરાબ પ્રદર્શનની જવાબદારી હું મારા માથે લઉં છુ. એક કેપ્ટન તરીકે હંમેશા તમારા પર વધુ પ્રેશર હોય છે.

મેચ બાદની કોન્ફરન્સમાં હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટને જણાવ્યું હતું કે, ‘જુઓ, કેપ્ટન્સીનું દબાણ હમેશા હોય જ છે. કોઇપણ પાકિસ્તાનનાં કેપ્ટન હોય, તેઓને પ્રેશર હોય જ છે. એ સ્વાભાવિક છે કે જયારે ટીમ હારતી હોય ત્યારે વધુ પ્રેશર હોય છે. હકીકત એ છે કે હું છેલ્લી છ રાતથી સુતો નથી પણ કોઈ વિશ્વાસ નહી કરે અને આ એક જિંદગીનો ભાગ છે અને એ ચાલતું રહેશે.’

વર્લ્ડ કપ પહેલાં આટલાં મહત્વનાં મેચમાં હારનો સામનો કરવો એ નજરઅંદાજ ન કરી શકાય એવી વાત છે અને કેપ્ટને જણાવ્યું હતું કે અગત્યની વાત એ છે કે અમે વર્લ્ડ કપમાં શાનદાર પરફોર્મન્સ સાથે કમબેક કરીએ. પાકિસ્તાની કેપ્ટને સ્વીકાર્યું કે, એમણે ઘણી ભૂલો કરી છે અને હવે એ ભૂલો પર ધ્યાન આપીને એને સુધારવાની કોશિશ કરીશું. વર્લ્ડ કપ હવે આઠ મહિના જ દુર છે.