#TokyoOlympic2021/ દુતી ચંદ પાસેથી ભારતને મળી નિરાશા, સેમીફાઈનલમાં ન મેળવી શકી જગ્યા

ભારતીય એથલીટ દુતી ચંદે મહિલાઓની 200 મીટર રાઉન્ડ હીટ-4 ઇવેન્ટમાં 23.85 સેકન્ડમાં દોડ પૂરી કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

Top Stories Sports
દુતી ચંદ

ભારતીય એથલીટ દુતી ચંદ મહિલાઓની 200 મીટર રાઉન્ડ હીટ-4 ઇવેન્ટમાં 23.85 સેકન્ડમાં દોડ પૂરી કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમ છતા તે સાતમાં સ્થાને રહી હતી અને આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.

આ પણ વાંચો – Tokyo Olympics / હારીને પણ લોકોના દિલ જીતી ગયા સતીશ કુમાર, 7 ટાંકા સાથે રમ્યો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો

અગાઉ 100 મીટરમાં પણ દુતી ચંદ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી ન હોતી અને સાતમાં સ્થાને રહી હતી. 100 મીટરમાં દુતીએ 11.54 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. જોકે, દુતી ચંદ મેડલ રેસમાંથી બહાર નીકળ્યા બાદ ભારતની આશા કમલપ્રીત કૌર પર હજુ પણ યથાવત છે. તેણે 64 મીટર ડિસ્કસ ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ પાક્કુ કરી લીધું છે. આવી સ્થિતિમાં સાંજે 4.30 વાગ્યે સમગ્ર દેશની નજર કમલપ્રીત કૌર પર રહેશે. ટોક્યો ઓલિમ્પિક 2020 નાં 11 માં દિવસે ભારત માટે સવારની શરૂઆત કોઇ ખાસ રહી નહોતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ભારતીય એથલીટ દુતી ચંદ સેમિફાઇનલમાં ક્વોલિફાય થવામાં ચૂકી ગઇ છે. દુતીએ 200 મીટર હીટમાં 23.85 સેકન્ડનો સમય લીધો હતો, પરંતુ તેમ છતાં તેણી તેની હીટમાં છેલ્લે રહી હતી. જ્યારે તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ 23.00 સેકન્ડ છે. દુતી ચંદની હીટમાં, નામ્બિબીયાનાં ક્રિસ્ટીન મબોઆએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેણે 200 મીટર દોડ 22.11 સેકન્ડમાં પૂરી કરી હતી.

આ પણ વાંચો – નિવેદન / શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું,બીસીસીઆઇ પર સાધ્યું નિશાન

તેણીને અમેરિકાનાં ગેબ્રિયલ થોમસે જબરદસ્ત ટક્કર આપી હતી, પરંતુ તે 22.20 સેકન્ડનાં સમય સાથે હીટમાં બીજા સ્થાને રહી હતી. આ સિવાય, ત્રીજું સ્થાન નાઇજિરિયન દોડવીરે લીધું, જેણે 22.72 સેકન્ડનો સમય મેળવ્યો. દરેક હીટમાંથી ટોચનાં 3 એથલીટની પસંદગી સેમીફાઇનલ માટે કરવામાં આવનાર છે. આ સિવાય, તમામ હીટમાં 3 સૌથી ઝડપી એેથલીટને પણ સેમીફાઇનલમાં ટિકિટ મળશે. પરંતુ ભારતનાં દુતી ચંદે લીધેલો સમય હજુ પણ તેને સેમીફાઇનલમાં પહોંચાડી શક્યો નથી. દુતી ચંદે આ વર્ષે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 200 મીટર દોડમાં 23.30 સેકન્ડનો સમય મેળવ્યો હતો. જ્યારે તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ 23 સેકન્ડ છે. તે ટોક્યો ઓલિમ્પિક્સનાં ટ્રેક પર તેના પરાક્રમને પુનરાવર્તિત કરી શકી નથી. જો તે આ પરાક્રમનું પુનરાવર્તન કરી શકી હોત, તો તે ચોથા નંબરે પોતાની હીટનો અંત લાવી શકી હોત. પછી તેમના માટે સેમિફાઇનલમાં ક્વોલિફાય થવાની કેટલીક તકો હોઇ શકે.