Vajpayee Tribute/ અટલ બિહારી વાજપેયીને પુણ્યતિથિએ PM મોદી સહિત રાજકીય અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે (16 ઓગસ્ટ) ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય અગ્રણીઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Top Stories India
Vajpayee Tribute અટલ બિહારી વાજપેયીને પુણ્યતિથિએ PM મોદી સહિત રાજકીય અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે (16 ઓગસ્ટ) ભારતના પૂર્વ વડાપ્રધાન Vajpayee Tribute અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય અગ્રણીઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, આજે 140 કરોડ ભારતીયોની સાથે હું અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પીએમ મોદીએ આગળ લખ્યું, તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો.

તેમણે આપણા દેશની પ્રગતિને આગળ વધારવા Vajpayee Tribute અને તેને 21મી સદીમાં અનેક ક્ષેત્રોમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બીજા કેટલાય પક્ષના આગેવાનોએ પણ વડાપ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વાજપેયી અમારા હરીફ હોવા છતાં પણ પ્રતિ પક્ષના વિચારોનો આદર કરવાની તેનું સન્માન કરવાની ભાવના તેમનામાં હતી.

તેઓ વ્યક્તિગત આગ્રહો અને દુરાગ્રહોથી પર હતા. Vajpayee Tribute તેમના જેવો વિરોધી હોવો પણ અમારા માટે સન્માનની વાત છે. જ્યારે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વાજપેયીજીએ રાજકારણીઓને લોકોને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય તેનો માર્ગ દર્શાવ્યો હતો. એક જ પક્ષનું શાસન ચલાવવું પણ મુશ્કેલ હોય છે ત્યાં વાજપેયીએ 26 રાજકીય પક્ષોને સાથે રાખીને સત્તા ચલાવી હતી, કોંગ્રેસ તેમની પાસેથી ઘણું શીખી છે. આ જ પદાર્થપાઠના આધારે કોંગ્રેસે 2004માં જોડાણવાદી સરકારો બનાવી અને સફળતાથી ચલાવી.

વૈચારિક સામ્યતા ધરાવતા રાજકીય પક્ષોને એક જ પ્લેટફોર્મ પર Vajpayee Tribute લાવીને સરકાર કેવી રીતે બનાવી શકાય તે વાજપેયીજીએ દર્શાવ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ તેમને અંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ પક્ષ પૂર્વગ્રહથી દૂર હતા. તેઓ રાજધર્મમાં માનનારી વ્યક્તિ હતા, દરેક મતને તે આદર આપતા હતા અને સન્માન સાથે તેની સમક્ષ પોતાનો મત વ્યક્ત કરતા હતા. ભારતીય રાજકારણમાં તેમના જેવી વિભૂતિ મળવી મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ Uttarakhandlandslide/ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયા, ત્રણેકને બચાવાયા

આ પણ વાંચોઃ Nitishkumar Political Move/ રાજનીતિના લપસણા રસ્તે ‘અટલ’ માર્ગે નીતિશ, દિલ્હી પ્રવાસમાં બિહારના CMની નવી દાવ કોણ ચોંકાવશે?

આ પણ વાંચોઃ Murder/ અમદાવાદ બન્યું યુપી-બિહારઃ માધુપુરુામાં સરેઆમ યુવકની જાહેરમાં હત્યા

આ પણ વાંચોઃ Independence Day/ બુર્જ ખલીફા ત્રિરંગાના રંગમાં રંગાયુ,જુઓ રાષ્ટ્રગીત સાથેનો વીડિયો

આ પણ વાંચોઃ England/ બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથા સાંભળી,વડાપ્રધાન નહીં પણ એક હિન્દુ તરીકે આવ્યો છું!