Uttarakhandlandslide/ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયા, ત્રણેકને બચાવાયા

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, ચમોલી જિલ્લામાં ભૂસ્ખલનગ્રસ્ત જોશીમઠ નજીક હેલાંગ ખાતે એક ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને કેટલાક અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

Top Stories India
Uttarakhand Landslide ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયા, ત્રણેકને બચાવાયા

ગોપેશ્વર (ઉત્તરાખંડ): અધિકારીઓએ મંગળવારે Uttarakhand Landslide જણાવ્યું હતું કે, ચમોલી જિલ્લામાં ભૂસ્ખલનગ્રસ્ત જોશીમઠ નજીક હેલાંગ ખાતે એક ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને કેટલાક અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ના કર્મચારીઓ બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એમ જિલ્લાના Uttarakhand Landslide વધારાના માહિતી અધિકારી રવિન્દ્ર નેગીએ જણાવ્યું હતું.

ચાર લોકો ફસાયા હોવાની આશંકા

ચાર લોકો ઈમારતની અંદર ફસાયા હોવાની આશંકા છે પરંતુ Uttarakhand Landslide સત્તાવાળાઓએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. પીપલકોટી અને જોશીમઠ વચ્ચે હેલાંગ ગામમાં બદ્રીનાથ હાઈવે પર મંગળવારે મોડી સાંજે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અલકનંદા નદીના કિનારે એક ક્રશર યુનિટ પાસે બે માળનું મકાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ક્રશર યુનિટમાં કામ કરતા લોકો રહેતા હતા.

આ વર્ષની શરૂઆતમાં જોશીમઠમાં ભૂસ્ખલનથી અનેક Uttarakhand Landslide મકાનોને નુકસાન થયું હતું અને ચોમાસાની શરૂઆતથી સમસ્યા વધુ વકરી છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. દરમિયાન, ચમોલી જિલ્લાના જોશીમઠ નજીક હેલાંગ ખાતે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને કેટલાક અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ચાર લોકો ઈમારતની અંદર ફસાયા હોવાની આશંકા છે પરંતુ સત્તાવાળાઓએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.

 

આ પણ વાંચોઃ અમદાવાદ/મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં

આ પણ વાંચોઃ સાવધાન/અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો…

આ પણ વાંચોઃ બનાસકાંઠા/સ્વતંત્રતા પર્વના દિવસે અંબાજીમાં રાજકોટના માઇ ભક્તે કર્યું સોનાનું દાન

આ પણ વાંચોઃ નિર્લજ્જ બેંક મેનેજર/જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

આ પણ વાંચોઃ CM-Independence Day/વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂઃ સીએમ ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ