Not Set/ વિવિધ સેવાકિય- સામાજિક કાર્યક્રમો માં હાજરી આપશે મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે

Gujarat
Untitled 15 વિવિધ સેવાકિય- સામાજિક કાર્યક્રમો માં હાજરી આપશે મુખ્યમંત્રી

આજે  મુખ્યમંત્રીના જન્મ દિવસની રાજકોટમાં ઉજવણી કરવામાં આવશે  .મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે.જેમાં  મુખ્યમંત્રી જૂદાજૂદા ૧૦ સેવાકીય, રાજકીય સહિતના કાર્યક્રમમાં સામેલ  થશે. રાજકોટથી સેવાસેતુ કાર્યક્રમનું લોન્ચીંગ મુખ્યમંત્રી કરશે ત્યારબાદ રાજકોટના ૨૪૪ લોકોને મુખ્યમંત્રીના હસ્તે વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, ક્રીમીલીયર સર્ટી., જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગોને સહાય વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત કોરોનામાં એક વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજયના ૩૯૬૩ બાળકોના ખાતામાં ઓનલાઈન રૂ.૨૦૦૦ની સહાય આપવામાં આવશે.વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે.

આ પણ વાંચો :દુતી ચંદ પાસેથી ભારતને મળી નિરાશા, સેમીફાઈનલમાં ન મેળવી શકી જગ્યા

આ ઉપરાંત મુખ્યમંત્રી ન્યારી ડેમ ખાતે વૃક્ષારોપણ કરશે. અનાથ બાળકો સાથે ભોજન, રાજકોટ પોલીસનો લોકાર્પણ કાર્યક્રમ, કેન્દ્રીય વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો માટે નિવાસી ગૃહનું ભૂમિ પૂજન, સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન , પુજીત રૂપાણી ટ્રસ્ટનો કાર્યક્રમ, ભાજપા દ્વારા કીટ વિતરણ સહિત ૧૦ જેટલા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી બપોરે અનાથ બાળકો સાથે જનકલ્યાણ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ભોજન લેશે. ત્યાબાદ પુજીત રૂપાણી ટ્રસ્ટના સેવાકીય કાર્યો અંતર્ગત કિલ્લોલ ભાવનગર રોડ ખાતે , રામનાથ પરા પોલીસ લાઈન ગ્રાઉન્ડ ખાતે રાજકોટ પોલીસ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે .આ ઉપરાંત સાંજે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનનો લ્હાવો લેશે તે પછી ભાજપ કાર્યાલય ખાતે બેઠકમાં સહભાગી થશે ત્યારબાદ ભાજપા દ્વારા કીટ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.