Accident/ રાજકોટ-જામનગર હાઇવે પર બની Hit and Run ઘટના, ચાલકનું ઘટનાસ્થળે મોત

રાજકોટ-જામનગર હાઈવે પર સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર એક્ટિવા ચાલકની ઓળખ સુરજસિંહ તરીકે કરવામાં આવી.

Top Stories Gujarat Rajkot
મનીષ સોલંકી 89 રાજકોટ-જામનગર હાઇવે પર બની Hit and Run ઘટના, ચાલકનું ઘટનાસ્થળે મોત

ગુજરાતના હાઈવે હવે એક્સિડેન્ટ સ્પોટ બની રહ્યા છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દેખાય છે કે સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે ભયાનક ટક્કર થતા અકસ્માત બનવા પામ્યો. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.

આજે રાજકોટ-જામનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં સ્કોર્પિયો કાર અને એક્ટિવા ચાલક વચ્ચે ભયંકર ટક્કર થઈ. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ પરથી દેખાય છે કે એકટિવા ચાલક રોડની રોન્ગ સાઈડ પર ડિવાઈડરની નજીકથી પસાર થઈ રહ્યો હતો. અને તે સમયે રોડ પર પૂરપાટ વેગે ર્સ્કોપિયો ગાડી સામેથી આવતી હતી. રોન્ગ સાઈડથી આવતા એક્ટિવા ચાલકને ર્સ્કોપિયો ચાલક સાથે જોરદાર ટક્કર થતા ઘટના સ્થળ પર જ એક્ટિવા ચાલકનું મૃત્યુ થયું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી. સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે થયેલ ગંભીર અકસ્માતની પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટ-જામનગર હાઈવે પર સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર એક્ટિવા ચાલકની ઓળખ સુરજસિંહ તરીકે કરવામાં આવી. જ્યારે ઇજા પામનાર વ્યક્તિનું નામ કમલ થાપા છે. આ ગંભીર અકસ્માત રાજકોટ-જામનગર હાઈવે પર આવેલ ઘંટેશ્વર પાર્ક વિસ્તાર નજીક બનવા પામ્યો. આ અક્સમાતમાં ભોગ બનેલ બંને શખ્સ ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી કરતા હતા.

રાજકોટમાં ગઈકાલે પણ અકસ્માતની ઘટના બનવા પામી હતી. આ અકસ્માતમાં મહાસાગર ટ્રાવેલ્સના ચાલકે સાઈકલ ચાલકને અડફેટે લીધો હતો. સાઈકલ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મહાસાગર ટ્રાવેલ્સ રાજકોટ થી પોરબંદર જતી હતી દરમ્યાન આ અકસ્માત બનવા પામ્યો. રાજ્યમાં જાહેરમાર્ગો લોકોની સુવિધા માટે પ્હોળા કરવામાં આવ્યા છે. પરંતુ લોકો જાહેરમાર્ગો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા અને બેફામ વાહન હંકારતા આખરે મોટા અકસ્માત સર્જાય છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટ-જામનગર હાઇવે પર બની Hit and Run ઘટના, ચાલકનું ઘટનાસ્થળે મોત


આ પણ વાંચો : ચોરીનો મોબાઈલ વેંચવા આવેલા લોકોએ તિક્ષ્ણ હથિયારો ઝીંકીને કરી યુવકની હત્યા

આ પણ વાંચો : પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો : Natural Storm/ રશિયા-યુક્રેનમાં યુદ્ધ નહીં, કુદરતી તોફાને ભારે તબાહી મચાવી, અનેક લોકોના મોત