Not Set/ ભાવનગરમાં દરગાહ પત્તાના મહેલની જેમ ધરાશાયી, 7 લોકો દટાયા હોવાની આશંકા

ભાવનગર, ભાવનગરમાં ચાવરી ગેટ પાસે દરગાહનો સ્લેબ ધરાશાયી થતા 7 લોકો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા. ઉલ્લેખનિય છે કે, ઘટનાની જાણ થતા મોટા પ્રમાણમાં લોકો દોડી આવ્યા હતા. પોલિસને જાણ કરવામા આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને ક્રેઇનની મદદથી કાટમાળ ખસેડી દટાયેલા […]

Gujarat

ભાવનગર,

ભાવનગરમાં ચાવરી ગેટ પાસે દરગાહનો સ્લેબ ધરાશાયી થતા 7 લોકો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા. ઉલ્લેખનિય છે કે, ઘટનાની જાણ થતા મોટા પ્રમાણમાં લોકો દોડી આવ્યા હતા.

પોલિસને જાણ કરવામા આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને ક્રેઇનની મદદથી કાટમાળ ખસેડી દટાયેલા બાકી લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી. સ્થાનિકો પણ સહકાર આપી રહ્યા છે. કાટમાળ દુર કરવામા મદદ કરી રહ્યા છે.

આ દુર્ઘટનામાં દરગાહના કાટમાળ નીચે અંદાજે 7 જેટલાં મજૂરીકામ કરતા શ્રમજીવીઓ દબાઈ ગયા હતા, પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોની ટીમે કાટમાળ ખેસડવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં એક પ્રાઈવેટ જેસીબી મશીન, બે ખાનગી ક્રેઇનની સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકાના બે જેસીબી મશીન, ઈમરજન્સી માટે 108 સહિતનો પોલીસના વાહનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી દીધી હતી.

હાલમાં બે લોકોને કાટમાળ નીચેથી કાઢી બચાવી લેવામાં આવ્યા છે. જેમને તત્કાલીન 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજુ ૩થી વધુ લોકો હજુ કાટમાળ નીચે દટાયા હોવાનું જાણવા મળે છે, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.

ભાવનગરમાં ચાવરી ગેટ પાસેની દરગાહમાં મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝ પઢવા માટે મોટી સંખ્યામાં દરગાહમાં એકઠાં થયા હતા, કેટલાક લોકો જુમ્માની નમાઝ અદા કરી નમાઝી બહાર નીકળી ગયા બાદ અચાનક જ ધડાકાસાથે દરગાહતૂટી પડી હતી. જોકે મોટા ભાગના નમાઝી ભાઈઓ બહાર નીકળી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી.