રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોનામા મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. તેમજ શાળાઓ પણ બંધ કરાઇ હતી. ત્યારે હવે કોરોના કેસ ઘટતા અનેક કોલેજો માં પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવર્સીટીમાં હાલ પરીક્ષાઓ ચાલુ થઈ છે. પરંતુ અમુક વિધાર્થીઓ બહાર ગામથી પરીક્ષા આપવા આવતા હોય તેમનેઘર શોધવામાં તકલીફ પડી રહી છે.
આ પણ વાંચો ;કોરોના / અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જી કોરોના સંક્રમિત
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારથી ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. કોરોના સંક્રમણ ઘટતા પહેલીવાર ઓફલાઈન રીતે જ પરીક્ષા લેવાઇ રહી છે. અંદાજે ૫૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આર્ટ્સ, કોમર્સ, વિજ્ઞાન પ્રવાહ અને વિવિધ શાખાઓની પરીક્ષા ચાલી રહી છે. સેમેસ્ટર – 3 અને પીજી સેમેસ્ટર- ૬ની પરીક્ષા વિધાર્થીઓ આપી રહ્યા છે. પરીક્ષા માત્ર અમદાવાદ- ગાંધીનગરના સેન્ટરમાં જ લેવાતી હોઈ વિધાર્થીઓને હાલાકી પડી રહી છે.ગુજરાત યુનિવર્સિટીમાં કોવિડના નિયમોના પાલન સાથે પરીક્ષા તો લેવાઈ રહી છે.
જ્યાં અન્ય ખર્ચા વધુ થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક સમરસ હોસ્ટેલ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને રાહત થાય તેવી માંગ કરી છે.સમરસ બોય્સ હોસ્ટેલમાં1500 વિદ્યાર્થીઓ અને ગલ્સ હોસ્ટેલમાં1500 વિદ્યાર્થીનીઓ એટલે 3000 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ કે જેઓ હોસ્ટેલ બંધ હોવાના કારણે ૩ મહિનાનુ ભાડુ પીજીમા 15000હજાર કે પછી સગાને ત્યા કે ભાડે મકાન લઈ રહેવા મજબૂર બન્યા છે
