નોટિસ/ કરોડપતિ બનવાની ગેરંટી આપતા બાબા રામદેવને સેબીએ પાઠવી નોટિસ

યોગ ગુરુ રામદેવ લોકોને રુચિ સોયાના સ્ટોકમાં રોકાણ કરવા વિનંતી કરતા જોવા મળ્યા હતાં. આ સાથે રામદેવે વીડિયોમાં કેટલીક એવી વાતો પણ કહી છે

Top Stories
baba કરોડપતિ બનવાની ગેરંટી આપતા બાબા રામદેવને સેબીએ પાઠવી નોટિસ

શેરબજારનું નિયમન કરતી સેબીએ યોગ ગુરુ રામદેવની કંપની રૂચી સોયાને નોટિસ પાઠવી છે. નોટિસમાં સેબીએ રુચિ સોયાને કહ્યું છે કે યોગ ગુરુ રામદેવે નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું. ઉલ્લેખનીય છે કે રામદેવની પતંજલિએ ઈન્સોલ્વન્સી પ્રક્રિયા દ્વારા વર્ષ 2019 માં રૂચી સોયા હસ્તગત કરી હતી. આ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

શું છે મામલો

ટીવી પર પ્રસારિત યોગ સત્ર દરમિયાન યોગ ગુરુ રામદેવ લોકોને રુચિ સોયાના સ્ટોકમાં રોકાણ કરવા વિનંતી કરતા જોવા મળ્યા હતાં. આ સાથે રામદેવે વીડિયોમાં કેટલીક એવી વાતો પણ કહી છે, જે સેબીની નજરમાં શંકાસ્પદ છે. આ જ વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રૂચી સોયાને નોટિસ ફટકારી છે.

વીડિયો ક્લિપમાં શું છે

આ વીડિયો ક્લિપમાં રામદેવ કહે છે આજકાલ, રુચી સોયાની FPO (ફોલો-ઓન પબ્લિક ઓફર) પર ઘણી ચર્ચા થઈ રહી છે. હવે શું તમે કરોડપતિ બનવા માંગો છો? કરોડપતિ બનવા માટે હું મંત્ર આપીશ. મેં હમણાં જ શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું તે શીખવાડીયું છે. શેરમાં વેપાર કરવા માટે  ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. તો આજે જ ડીમેટ ખાતું ખોલો.  યોગ ગુરુ રામદેવના શબ્દોને પણ સેબી રોકાણની સલાહ તરીકે જોઈ રહી છે.

શેર ખરીદવા પર ભાર

વિડીયોમાં રામદેવે રોકાણ પર વાત કરતાં નજરે પડી રહ્યા છે.તે  સેબીની નજરમાં શંકાસ્પદ છે. રામદેવ વધુમાં કહે છે, “જ્યારે હું તમને કહું છું, તમારા ડિમેટ ખાતામાં રૂચી સોયા શેર ખરીદો. રુચિ સોયા પછી પતંજલિ આયુર્વેદ શેર ખરીદો. ઉલ્કેલેખનીય છે કે પતંજલિ હજી સુધી શેરબજારમાં લિસ્ટેડ નથી, પરંતુ કંપનીએ આઈપીઓ દ્વારા શેરબજારમાં પ્રવેશની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે પતંજલિ આવતા વર્ષે શેરબજારમાં લિસ્ટ થશે.

કરોડપતિ બનવાની ગેરંટી

આ વીડિયો ક્લિપમાં રામદેવ આગળ કહે છે, પતંજલિ માટે, હું વધુ કરીશ. મારે મર્યાદામાં વાત કરવાની જરૂર છે. રૂચી સોયાની FPO ચાલુ છે. કોઈપણ એજન્સી દ્વારા પતંજલિનું મૂલ્યાંકન કરો, માર્કેટ કેપ હજારો કરોડમાં હશે. તેથી, જે કોઈ પતંજલિ અને રૂચી સોયાના શેરમાં રોકાણ કરે છે તેને કરોડપતિ બનતા અટકાવી શકશે નહીં. હું તમને આની ગેરંટી આપું છું. “