Not Set/ ઇમરાન ખાન મુશ્કેલીમાં: પૂર્વ-પત્નીએ લગાવ્યા સેક્સ્યુઅલ ફેવર્સના આરોપ

પાકિસ્તાનમાં આવતા બે મહિનામાં ચુંટણીઓ આવી રહી છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પણ પાકિસ્તાનના ચુંટણી મેદાનમાં છે. પરંતુ હાલમાં ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાને લખેલી એક બૂકે પાકિસ્તાનમાં ખુબ ચર્ચા જગાવી છે. રહેમ ખાનની બૂક લોન્ચ થયાના પહેલાજ તેના કેટલાક હિસ્સો લીક થઇ ચુક્યા છે, જેમાં રેહમે ઇમરાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા […]

World Politics
imran khan and reham khan 20180206044736 ઇમરાન ખાન મુશ્કેલીમાં: પૂર્વ-પત્નીએ લગાવ્યા સેક્સ્યુઅલ ફેવર્સના આરોપ

પાકિસ્તાનમાં આવતા બે મહિનામાં ચુંટણીઓ આવી રહી છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પણ પાકિસ્તાનના ચુંટણી મેદાનમાં છે. પરંતુ હાલમાં ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાને લખેલી એક બૂકે પાકિસ્તાનમાં ખુબ ચર્ચા જગાવી છે. રહેમ ખાનની બૂક લોન્ચ થયાના પહેલાજ તેના કેટલાક હિસ્સો લીક થઇ ચુક્યા છે, જેમાં રેહમે ઇમરાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેન કારણે પાકિસ્તાની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. ઇમરાન ખાનને પાકિસ્તાનના આગલા પ્રધાનમંત્રીના રૂપમાં જોવામાં આવતા હતા, પરંતુ રહેમ ખાને ઇમરાન પર યૌન શોષણ અને જબરદસ્તી જેવા ગંભીર આરોપ લગાવીને પાકિસ્તાની રાજનીતિમાં ટ્વીસ્ટ લાવી દીધો છે.

એક ઈન્ટરવ્યુમાં રહેમ ખાને ઇમરાન ખાન પર આરોપ લગાવતા કહ્યું કે એમના પુસ્તકમાં એવી ઘણી ઘટનાઓ વિશે લખ્યું છે જયારે ઇમરાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફમાં રાજનૈતિક ફાયદા માટે સેક્સ્યુઅલ ફેવર્સ લેવામાં આવ્યા હોય. રહેમે જણાવ્યુ કે આ ઘટનાઓમાં પાર્ટીના મુખિયા ઇમરાન ખાન પણ શામેલ છે.

જોકે રહેમે કોઈ પણ ઘટનામાં ઇમરાન કે કોઈ પણ નેતાનું નામ લીધું નહતું. પરંતુ એમણે એક વાત સાફ કરી દીધી કે પાકિસ્તાની રાજનીતિમાં રાજનૈતિક અને મિડિયા ફાયદા માટે સેક્સ્યુઅલ ફેવર્સ લેવામાં આવે છે.

ઇમરાન ખાનને મી. યુ ટર્ન કહેતા રહેમે કહ્યું કે ઇમરાન ખુબ જ અવસરવાદી છે અને પોતાના ફાયદા માટે જનતાને ગુમરાહ કરી શકે છે.

duGG ઇમરાન ખાન મુશ્કેલીમાં: પૂર્વ-પત્નીએ લગાવ્યા સેક્સ્યુઅલ ફેવર્સના આરોપ

સોમવારે ઇમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફ દ્વારા મિડિયામાં એક પત્ર રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં રહેમ ખાનના પૂર્વ પતિ એજાઝ રહેમાન, પૂર્વ ક્રિકેટર વસીમ અક્રમ, બ્રિટીશ પાકિસ્તાની બીઝનેસમેન ઝુલ્ફી બુખારી અને બ્રિટીશ પાકિસ્તાની મહિલા ચળવળકર અનીલાં ખ્વાજા જે તહેરીક-એ-પાકિસ્તાન સાથે જોડાયેલા છે, એમણે કહ્યું હતું કે રહેમ ખાનનું પુસ્તક બદનક્ષીભર્યું અને દુષિત વિચારવાળું છે.

પ્રી-એક્શન બદનક્ષી પત્ર કે જે રહેમ ખાન ને લંડનની એક કાયદા ફર્મ દ્વારા મોકલવામાં આવ્યો હતો, એમાં લખ્યું છે કે રહેમનું  પુસ્તક ગેરમાર્ગે દોરનારું,ત્રાસદાયક, અપ્રિય, નુકસાનકારક, જુઠુંપૂર્વગ્રહયુક્ત અને બદનક્ષી ભર્યું છે.

પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે અમારા ક્લાયન્ટને થયેલ નુકસાન માટે કોર્ટ દ્વારા સંપૂર્ણ નિવારણ માંગશે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મિસ્ટર હમાઝા અલી અબ્બાસી, એમ. મુરાદ સઇદ, મિ. પરવેઝ ખટ્ટક, મિસ્ટર ઉમર ફારુક, મિસ્ટર મોહસિન અઝીઝ, મિસ્ટર અસદ ઉમેર, મિસ્ટર જાકિર ખાન, મિયાં યુસુફ સલાહુદ્દીન દ્વારા પણ પાકિસ્તાનમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વસિમ અક્રમ વિશેની વાતો બદનક્ષીભરી છે.પત્રમાં જણાવાયું છે કે અનિલા ખ્વાજા પરના આક્ષેપો આધારભૂત નથી.

પત્રમાં રેહમ ખાન પાસે માગણી કરવામાં આવી હતી કે તેણે તમામ આરોપોને પાછા ખેંચી લેવા જોઈએ અને ખાતરી આપવી જોઈએ કે પુસ્તક પ્રકાશિત કરવામાં નહિ આવે, નહિ તો કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.