અફઘાનિસ્તાન/ મુલ્લા બરાદર સંભાળશે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારનો તાજ

તાલિબાન સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનના સ્થાપક સભ્ય મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાન સરકારની કમાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેર મોહમ્મદ અબ્બાસ અને મુલ્લા યાકુબને પણ મહત્વની જવાબદારી મળશે.

Top Stories World
સરકારની રચનાની તૈયારીઓ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો પરત ફરી ચુક્યા છે. અને હવે નવી તાલિબાની સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાલિબાન સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનના સ્થાપક સભ્ય મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાન સરકારની કમાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેર મોહમ્મદ અબ્બાસ અને મુલ્લા યાકુબને પણ મહત્વની જવાબદારી મળશે અને બેથી ત્રણ દિવસમાં સરકાર રચાશે.

મુલ્લા મોહમ્મદ યાકુબ મંત્રી બની શકે છે

સૂત્રોએ જણાવ્યું હતું કે તાલિબાનના સ્વર્ગીય સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્રો મુલ્લા મોહમ્મદ યાકુબ અને શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈ સરકારમાં વરિષ્ઠ પદ સંભાળશે. સૂત્રોએ એમ પણ કહ્યું કે તાલિબાન અફઘાનિસ્તાનના હાલના બંધારણને રદ કરી શકે છે અને 1964-65ના જૂના બંધારણને ફરીથી લાગુ કરી શકે છે કારણ કે તાલિબાન માને છે કે નવું બંધારણ વિદેશી દેશોના આદેશ હેઠળ બનાવવામાં આવ્યું છે.

કંધારમાં 4 દિવસ સુધી બેઠક ચાલુ છે

છેલ્લા 4 દિવસથી તાલિબાન નેતાઓ કંધારમાં સરકારની રચના અંગે પરસ્પર ચર્ચા કરી રહ્યા છે. જો કે, સૂત્રોએ જણાવ્યું છે કે તાલિબાનનો કટ્ટરપંથી જૂથ અન્ય કોઈને સત્તામાં સામેલ કરવા માંગતો નથી. પરંતુ દોહા કાર્યાલયમાં તાલિબાન નેતાઓ અન્ય પક્ષોને પણ સામેલ કરવા માગે છે.

સૂત્રો અનુસાર, તાલિબાન સરકારમાં બિન-તાલિબાન પક્ષોને સુપ્રીમ કાઉન્સિલ અને મંત્રાલયો બંનેમાં સ્થાન આપી શકાય છે. જો કે, ઉત્તરી ગઠબંધન અને તાલિબાન વચ્ચેની વાટાઘાટો કોઈ કરાર પર પહોંચી શકે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે ઉત્તરી ગઠબંધન સરકારમાં સમાન હિસ્સો ઇચ્છે છે અને તાલિબાન હાલમાં તેની સાથે સંમત છે.

કોણ છે મુલ્લા બરાદર ?

ભૂતકાળમાં, મુલ્લા બરાદર સત્તા પરિવર્તન વચ્ચે ચીની નેતાઓને મળવા બેઇજિંગ ગયા હતા. 1978 માં, જ્યારે તાલિબાનોએ સોવિયત સામે ગેરિલા યુદ્ધ શરૂ કર્યું ત્યારે બરાદર તેમાં સક્રિય હતા. સોવિયત સૈનિકો  પાછા ખેંચાયા બાદ બરાદરનું કદ વધ્યું. તેણે મુલ્લા ઉમર સાથે ઘણી મદરેસાઓ બનાવી જ્યાં તાલિબાન લડવૈયાઓ તૈયાર કરવામાં આવતા હતા.

1996 માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર રચાઈ ત્યારે બરાદરની મહત્વની ભૂમિકા હતી. 2001માં અમેરિકાના હુમલા બાદ બરાદરને ભાગી જવું પડ્યું હતું. વર્ષ 2010 માં બરાદરની કરાચીથી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ શાંતિ મંત્રણા માટે બરાદરને 2018 માં છોડવો પડ્યો હતો. આ સિવાય તાલિબાનને આર્થિક રીતે મજબૂત કરવા પાછળ બરાદરની પણ મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડ / ISISના આતંકવાદીએ સુપરમાર્કેટમાં લોકોને નિર્મમ રીતે છરાના ઘા ઝીક્યાં

પાકિસ્તાન / જેલ મંત્રીએ દુકાનના ઉદ્વઘાટનની રિબિન કેવી રીતે કાપી જોવો વીડિયો

ટોક્યો પેરાલિમ્પિક્સ / અવની લેખરાએ શૂટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ, ભારતને ફાળે કુલ 12 મેડલ