Not Set/ અવની લેખરાએ શૂટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ, ભારતને ફાળે કુલ 12 મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીના લક્ષ્યથી ભારતને મળેલ આ બીજો મેડલ છે. આ પહેલા તે દેશને ગોલ્ડ મેડલ અપાવી ચુકી છે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.

Top Stories Sports
અવની લેખરાએ શૂટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ, ભારતને ફાળે કુલ 12 મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સ ભારત માટે ગૌરવશાળી સાબિત થયું છે. ભારતની ઝોળીમાં એક પછી એક ૧૨ મેડલ આવી ચુક્યા છે. અવની લેખરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ P-3 SH-1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 12 મો મેડલ જીત્યો છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીના લક્ષ્યથી ભારતને મળેલ આ બીજો મેડલ છે. આ પહેલા તે દેશને ગોલ્ડ મેડલ અપાવી ચુકી છે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.

19 વર્ષીય અવનીએ 4 દિવસ પહેલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને હવે તેણે પોતાની રાઇફલથી દેશ માટે બ્રોન્ઝ જીત્યો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે મેળવેલો ચોથો બ્રોન્ઝ મેડલ છે. અવની લેખરા 149.5 ના સ્કોર સાથે નેઇલિંગ પોઝિશન પછી ચોથા સ્થાને રહી હતી. પ્રોન રાઉન્ડ પછી તે સીધી છઠ્ઠા નંબરે સરકી ગઈ હતી. પરંતુ પછી તેણે સ્થાયી સ્થિતિમાં પુનરાગમન કર્યું અને ત્રીજા નંબરે મેચ પૂરી કરી.

 

ભારત માટે શુકનવંતો શુક્રવાર

ટોક્યો પેરાલિમ્પિક્સમાં શુક્રવાર ભારત માટે શુકનવંતો દિવસ રહ્યો છે. અવનીએ જીતેલા બ્રોન્ઝ મેડલ પહેલા સિલ્વર મેડલ પણ ભારતની ઝોળીમાં આવી ગયો છે. પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. તેણે 2.07 મીટરની ઉંચી કુદ સાથે આ પર્ફોર્મન્સ કર્યું હતું. પ્રવીણ કુમારનું આ પર્ફોર્મન્સ તેમના વ્યક્તિગત શ્રેષ્ઠ કરતાં પણ વધુ સારું હતું.

પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યાના માત્ર એક કલાક બાદ અવની લેખરાએ ભારતને શૂટિંગમાં બીજી મેડલ અપાકયો છે. અને હવે દેશ માટે ત્રીજો મેડલ મેળવવા માટે 5 સપ્ટેમ્બરે શૂટિંગ રેન્જમાં પ્રવેશ કરશે.

https://twitter.com/DeepaAthlete/status/1433666278653267969?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1433666278653267969%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fsports%2Fother-sports%2Ftokyo-paralympics-2020-avani-lekhara-win-bronze-womens-50m-rifle-3p-sh1-category-807019.html

Covid-19 / કોરોનાની ત્રીજી લહેરની લગભગ દસ્તક, છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 40 હજારથી વધુ કેસ

હવામાન / હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ 49.20 ટકા

રાજકોટ / કરોડો રૂપિયાની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, SOG અને ડ્રગ વિભાગની મોટી રેડ