24 ઓક્ટોબરે ભારતીય ટીમે તેની કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન સામે મેચ રમવાની છે. આ પહેલા ભારતીય ટીમનાં ખેલાડીઓએ રવિવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. પ્રેક્ટિસ સેશનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ થ્રોડાઉન નિષ્ણાતની ભૂમિકા ભજવી હતી. ધોની થ્રોડાઉન નિષ્ણાત રાઘવેન્દ્ર, નુવાન અને દયાનંદની મદદ કરતો જોવા મળ્યો હતો. જો કે આ વચ્ચે ભારતીયી ટીમે ચાર નેટ બોલરોને ભારત પરત મોકલ્યા છે. સ્પિનર્સ કર્ણ શર્મા, શાહબાઝ અહેમદ, કે ગૌતમ અને વેંકટેશ અય્યર ભારત પરત ફર્યા છે.

આ પણ વાંચો – icc t-20 world cup / આયર્લેન્ડ અને નામિબીયા મેચમાં એક જ બોલ પર બેટસમેન ત્રણ વાર રન આઉટ થતાં બચ્યો,જુઓ વીડિયો
T20 વર્લ્ડકપ 2021 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પહેલા BCCI એ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનાં કેમ્પમાં સામેલ ચાર ખેલાડીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય લીધો છે. કર્ણ શર્મા, શાહબાઝ નદીમ, કૃષ્ણપ્પા ગૌતમ અને વેંકટેશ અય્યર એવા ખેલાડી છે જેમને ઘરે પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયાનાં બેટ્સમેનોને તૈયાર કરવા માટે BCCI એ કુલ આઠ નેટ બોલરોની પસંદગી કરી હતી. ટીમ ઈન્ડિયાનાં રિલીઝ થયેલા ખેલાડીઓ ઘરેલુ ટુર્નામેન્ટમાં પોતાની તાકાત દર્શાવતા જોવા મળશે. ઉમરાન મલિક, અવેશ ખાન, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલાને ટીમ ઈન્ડિયા સાથે જાળવી રાખવામાં આવ્યા છે અને તે બધા વિશ્વ કપ દરમિયાન ટીમ સાથે રહેશે. BCCI એ ઝડપી બોલરોને વધુ મહત્વ આપ્યું છે. PTI સાથે વાત કરતા, BCCI નાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ટુર્નામેન્ટની શરૂઆત પછી, આટલા બધા નેટ સત્રો થશે નહીં. તેથી જ રાષ્ટ્રીય પસંદગીકારોએ માન્યું કે આ બોલરોએ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં રમવું જોઈએ, જેનાથી તેમને મેચ પ્રેક્ટિસ મળશે. સ્થાનિક T-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 4 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો – IPLની નવી ટીમ / IPL ની 2 નવી ટીમ ખરીદવા માટે દીપિકા રણવીર સહિત આ દિગ્ગજો રેસમાં,25મીએ થશે જાહેરાત
IPL 2021 માં હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે આ યાદીમાં અવેશ ખાન બીજા ક્રમે રહ્યો હતો. આ સાથે જ જમ્મુ-કાશ્મીરનાં ફાસ્ટ બોલર ઉમરાન મલિકે માત્ર ત્રણ મેચમાં પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કર્યા અને સીઝનનાં સૌથી ઝડપી બોલ ફેંક્યા. જે બાદ પસંદગીકારોએ તેને UAE માં ટીમ સાથે રહેવા માટે કહ્યું હતુ. બીજી તરફ હાર્દિક પંડ્યાએ પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરી ન હોતી. આવી સ્થિતિમાં તેને ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે કે કેમ તે અંગે મૂંઝવણ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં પણ હાર્દિક બેટથી વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીને સ્થાન આપવું જોઇએ અને કોને બહાર રાખવું જોઇએ તે અંગે ઘણું કામ કરવું પડી શકે છે.
