નવી દિલ્હી,
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સમક્ષ અનુરોધ કર્યો હતો કે, વિદેશી પ્રવાસ દરમિયાન ટીમના ખેલાડીઓની સાથે તેઓની પત્નીને પણ સમગ્ર પ્રવાસ દરમિયાન સાથે રહેવાની અનુમતિ આપવામાં આવે. જો કે આ મામલે BCCI દ્વારા હાલમાં સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે.

હાલ આ નીતિઓમાં કોઈ ફેરફાર નહી થાય : BCCI
વિરાટ કોહલીની માંગને લઈ BCCIમાં સીઓએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓને વિદેશના પ્રવાસમાં ખેલાડીઓની પત્નીઓને સાથે રાખવા માટેની માંગ મળી છે. પરંતુ હાલમાં આ નિર્ણય અંગે કોઈ ઉતાવળે નિર્ણય કરવામાં આવશે નહિ.
તેઓએ વધુમાં કહ્યું, “આ પ્રકારની માંગની અરજીને અને પદાધિકારીઓ સુધી પહોચાડીશું, પરંતુ હાલ આ નીતિઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ”.
હાલમાં છે ૨ અઠવાડિયા સુધી રહેવાનો નિયમ

અત્રે ઉલ્લેખનીય છે કે, BCCIના હાલના નિયમ મુજબ, ભારતીય ટીમના ખેલાડી તેમજ સપોર્ટ સ્ટાફની પત્નીઓ માત્ર બે સપ્તાહ સુધી જ સાથે રહી શકે છે.
મળતી માહિતી મુજબ, વિરાટ કોહલી દ્વારા BCCIના એક ટોચના અધિકારી સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેઓએ વિનોદ રાયની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત COA કમિટી પાસે પહોચાડ્યો છે.

