FIFA World Cup 2026 Updates: ફિફા વર્લ્ડ કપ 2026માં(FIFA World Cup) અત્યાર સુધીનો સૌથી મોટો સનસનાટીભર્યો ઉલટફેર જોવા મળ્યો છે. એક રોમાંચક મુકાબલામાં ઇક્વાડોરની ટીમે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 2-1 થી ધૂળ ચટાડીને ફૂટબોલ જગતને હચમચાવી દીધું છે. શરૂઆતમાં પાછળ પડ્યા બાદ ઇક્વાડોરે જે રીતે શાનદાર વાપસી કરી, તે ફૂટબોલ ઇતિહાસમાં યાદગાર બની રહેશે. આ ઐતિહાસિક જીત સાથે જ ઇક્વાડોરે 2006 પછી બીજી વખત નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
‘કરો કે મરો’નો જંગ અને ઇક્વાડોરની જીત
મેચની (FIFA World Cup) શરૂઆત જર્મની માટે ધમાકેદાર રહી હતી, જ્યાં બીજી જ મિનિટે લેરોય સાનેએ ગોલ કરીને 1-0 ની લીડ મેળવી લીધી હતી. જોકે, ઇક્વાડોરના નિલસન અંગુલોએ 9મી મિનિટે ગોલ ફટકારીને સ્કોર 1-1 થી બરાબર કર્યો હતો. બીજા હાફમાં VAR ના નિર્ણયો પણ ચર્ચાનો વિષય બન્યા હતા. અંતે, ગોન્ઝાલો પ્લાટાએ વિન રોડ્રિગેઝના પાસ પર શાનદાર ગોલ કરીને ઇક્વાડોરને 2-1 થી ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. 2013 પછી UEFA ટીમ સામે ઇક્વાડોરની આ પ્રથમ મોટી જીત છે.
જાપાનનો મુકાબલો બ્રાઝિલ સામે
બીજી તરફ ગ્રૂપ F માં નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને 3-1થી હરાવી 7 અંક સાથે ગ્રૂપમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ પરિણામ બાદ હવે જાપાન 5 અંક સાથે બીજા સ્થાને રહીને નોકઆઉટમાં પહોંચ્યું છે, જ્યાં તેનો મુકાબલો 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ સામે થશે. સ્વીડન પણ બેસ્ટ થર્ડ પ્લેસ ટીમ તરીકે નોકઆઉટમાં પ્રવેશી છે, જ્યારે ટ્યુનિશિયા ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું છે.
તૂર્કિયેની વિદાય યાદગાર(FIFA World Cup)
ગ્રૂપ D ની એક અન્ય મેચમાં(FIFA World Cup) તૂર્કિયેએ યજમાન અમેરિકાને 3-2 થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી પોતાની વિદાયને યાદગાર બનાવી દીધી હતી. ઇન્જરી ટાઇમની છેલ્લી સેકન્ડોમાં ફટકારાયેલા ગોલથી તૂર્કિયેએ આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી.
આ પણ વાંચો: મેસીને રેડ કાર્ડ મળવું જોઈએ હતું? અલ્જીરિયાએ FIFA સમક્ષ કરી સત્તાવાર ફરિયાદ
આ પણ વાંચો: 100મી મેચમાં એમબાપ્પેનો જલવો, મેસી બન્યો વર્લ્ડ કપનો કિંગ, ગોલ્ડન બૂટની રેસ થઈ વધુ રોમાંચક
આ પણ વાંચો: ભારતીય ચાહકોએ મેચ જોવા માટે કરવા પડશે ઉજાગરા, જાણો ફિફા વર્લ્ડ કપનું સંપૂર્ણ ટાઇમ-ટેબલ
