Surat News/ સુરત સિવિલમાં 50 દિવસનું ઓપરેશન વેઇટિંગ! દર્દીના આક્ષેપો વચ્ચે સ્પેશિયલ સર્જનની અછત સ્વીકારી

સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં દાંતની સ્પેશિયલ સર્જરી માટે 50 દિવસનું વેઇટિંગ મળ્યાનો દર્દીનો આક્ષેપ. હોસ્પિટલ તંત્રએ સ્પેશિયલ સર્જનની અછત હોવાની વાત સ્વીકારી.

Top Stories Gujarat Surat Breaking News
Surat New Civil Hospital: દાંતના ઓપરેશનમાં વિલંબ બાદ હોસ્પિટલ તંત્ર સામે સવાલો

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં દાંતની સર્જરી માટે લાંબી રાહ જોવી પડી રહી હોવાના આક્ષેપો વચ્ચે હોસ્પિટલ તંત્ર ફરી ચર્ચામાં આવ્યું છે. એક વૃદ્ધ દર્દીએ ઓપરેશન માટે લગભગ 50 દિવસનું વેઇટિંગ (Dental Surgery Waiting) આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સ્પેશિયલ સર્જનની અછત હોવાની વાત સ્વીકારી છે.

માહિતી અનુસાર, 55 વર્ષીય ભરતભાઈ મિયાણી દાંતના ગંભીર દુખાવાની સારવાર માટે 12 જૂને નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)ના ડેન્ટલ વિભાગમાં પહોંચ્યા હતા. તપાસ, એક્સ-રે અને અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને 24 જુલાઈની સર્જરી તારીખ આપવામાં આવી હતી. દર્દીનો દાવો છે કે ગંભીર પીડા હોવા છતાં તેમને લગભગ 50 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી.

Surat New Civil Hospital : સ્પેશિયલ સર્જનની અછતને કારણે દર્દીઓ મુશ્કેલીમાં

દર્દીનો આક્ષેપ છે કે 24 જૂને દુખાવો વધી જતાં તેઓ ફરી હોસ્પિટલ (Surat New Civil Hospital) પહોંચ્યા હતા, પરંતુ તેમને તાત્કાલિક સારવાર આપવાના બદલે અગાઉની એપોઇન્ટમેન્ટ મુજબ જ આવવા જણાવાયું હતું. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સુરત કલેક્ટરને લેખિત ફરિયાદ મોકલી હોવાનું જણાવ્યું છે.

દર્દીએ વધુમાં હોસ્પિટલ (Surat New Civil Hospital)ના ડીન સાથે રજૂઆત દરમિયાન પણ યોગ્ય પ્રતિસાદ ન મળ્યાનો અને અણછાજતા વર્તનનો આક્ષેપ કર્યો છે. જોકે, આ અંગે હોસ્પિટલ તંત્ર તરફથી અલગથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)ના સુપ્રિટેન્ડન્ટ ડો. પારુલ વડગામાએ જણાવ્યું કે દર્દીની સર્જરી સામાન્ય નહીં પરંતુ સ્પેશિયલ સર્જરીની શ્રેણીમાં આવતી હોવાથી ક્વોલિફાઇડ સ્પેશિયલ સર્જનની જરૂરિયાત છે. તેમણે સ્વીકાર્યું કે હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ સર્જનોની અછત છે અને તેથી રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી બહારના વિઝિટિંગ સ્પેશિયલ સર્જનની સેવા લેવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વિઝિટિંગ સર્જન અઠવાડિયામાં માત્ર બે દિવસ જ હોસ્પિટલમાં સેવા આપે છે. દર્દી હોસ્પિટલ આવ્યા ત્યારે તે દિવસ સર્જનની હાજરી ન હોવાથી એપોઇન્ટમેન્ટ મુજબ ફરી આવવા જણાવાયું હતું.

હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ સ્પેશિયલિસ્ટ ડોક્ટરોની ઉપલબ્ધતા ઓછી હોવાથી ખાલી જગ્યાઓ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ પણ ક્લાસ-1 અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત હોસ્પિટલ માટે મોટો પડકાર બની રહી છે.

આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ઉપલબ્ધતા, દર્દીઓને મળતી સમયસર સારવાર અને આરોગ્ય વ્યવસ્થાની કામગીરી અંગે ફરી ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બળાત્કારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઇ

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું નવજાત શિશુ મળી આવ્યું, મહિલા ઝડપાઈ

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં