Entertentment/ આ બોલિવૂડ કલાકારોની વર્ષ 2023માં OTT પ્લેટફોર્મ પર થશે એન્ટ્રી

બોલિવૂડ કલાકારો તેમની જબરદસ્ત અભિનય અને શૈલીથી ગ્લેમર વર્લ્ડ પર પ્રભુત્વ ધરાવે છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ દિગ્ગજ કલાકારો તેમના ચાહકોને એક યા બીજી રીતે સરપ્રાઈઝ આપતા રહે છે

Trending Entertainment

OTT platform: બોલિવૂડ કલાકારો તેમની જબરદસ્ત અભિનય અને શૈલીથી ગ્લેમર વર્લ્ડ પર પ્રભુત્વ ધરાવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ દિગ્ગજ કલાકારો તેમના ચાહકોને એક યા બીજી રીતે સરપ્રાઈઝ આપતા રહે છે. અને આ વખતે (2023) નવા વર્ષમાં વરુણ ધવનની સાથે અન્ય કેટલાક દિગ્ગજ કલાકારો OTT પર ડેબ્યુ કરશે. કલાકારો પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે અને OTT ચાહકો માટે, આ એક અમૂલ્ય ભેટથી ઓછું નથી કે તેમના કેટલાક મનપસંદ કલાકારો 2023માં OTT પ્લેટફોર્મ પર પ્રવેશવા જઈ રહ્યા છે.

વરુણ ધવન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર એક્ટિંગ માટે પ્રખ્યાત વરુણ ધવનનું નામ ખૂબ જ શાનદાર એક્ટર્સમાં લેવાય છે. વર્ષ 2023માં, વરુણ ધવન તેના OTT platform ડેબ્યૂ માટે તૈયાર છે. અભિનેતા એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી વેબ સિરીઝ ‘સિટાડેલ ઈન્ડિયા’માં પોતાની ક્ષમતા દર્શાવતો જોવા મળશે.

ભુવન બામ

પ્રખ્યાત અભિનેતા ભુવન બામના ચાહકો માટે આ સારા સમાચાર છે કે તે વર્ષ 2023માં ‘તાજા ખબર’ દ્વારા OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અભિનેતાના મતે, તેની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર એક્શન ડ્રામા અને રોમાંસમાં ઘણો મસાલો ઉમેરશે.

આદિત્ય રોય કપૂર

વર્ષ 2023માં આદિત્ય રોય કપૂર પણ OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. વાસ્તવમાં પ્રખ્યાત બ્રિટિશ OTT વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. આદિત્ય રાય કપૂર ડિઝની + હોટસ્ટાર પર રીલિઝ થનારી આ શ્રેણીમાં OTT પર જોવા મળશે.

શાહિદ કપૂર

‘જબ વી મેટ’  કબીર ખાન જેવી બોલીવૂડની અનેક ફિલ્માંમોમાં પોતાની શાનદાર એક્ટિંગ બતાવનાર શાહિદ કપૂર વર્ષ 2023માં OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. શાહિદ કપૂર વેબ સિરીઝ ‘ફર્ઝી’ દ્વારા OTT પર એન્ટ્રી કરશે.

વિશ્વભરમાં અવતાર-2નો કમાણી મામલે દબદબો,14 દિવસમાં આટલા હજાર કમાયા,જાણો

PM મોદીના માતા હીરાબાના નિધનથી બોલિવૂડમાં શોક, આ સેલેબ્સે આપી શ્રદ્વાંજલિ

બોલીવૂડ માટે 2022નું વર્ષ રહ્યું નિરાશાજનક, તો ભારતીય ફિલ્મ માર્કેટે કરી કરોડોની કમાણી, જાણો કારણ

જ્યારે કંગના રનૌતના માતા-પિતાને ખબર પડી કે તેની પુત્રી સેક્સ્યુઅલી એક્ટિવ છે

હેરા ફેરી-3 પર અનીસ બઝમીએ તોડ્યું મૌન, કાર્તિક-અક્ષયમાંથી કોણ છે ઇન કોણ આઉટ, જાણો