Shreya Ghoshal Break: ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ ગાયકો – અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal)- હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જાન્યુઆરી 2026 માં અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને આંચકો આપ્યો હતો. હવે, મેલોડી ક્વીન શ્રેયા ઘોષાલે પણ એક ઈન્ટરવ્યુમાં અરિજિતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પોતાના મનની વાત શેર કરી છે.શ્રેયા ઘોષાલના નિવેદનની મુખ્ય વાતો.
“ક્યારેક મારો પણ બ્રેક લેવાનું મન થાય છે”
શ્રેયા ઘોષાલે અરિજિત સિંહના પ્લેબેક સિંગિંગ છોડવાના નિર્ણયને ‘બહાદુરીભર્યું પગલું’ ગણાવ્યું છે. તેણે કહ્યું કે, “ક્યારેક મારું પણ મન થાય છે કે હું સિંગિંગમાંથી બ્રેક લઈ લઉં. અરિજિતે આ નિર્ણય ખૂબ જ હિંમતથી લીધો છે. તે દિલથી એક સાચો સંગીતકાર છે અને તે હંમેશા એ જ કરે છે જે તેને ખુશી આપે છે.” જોકે, શ્રેયાએ સ્પષ્ટ કર્યું નથી કે તે ક્યારથી બ્રેક લેશે, પરંતુ તેના આ સંકેતે ફેન્સની ચિંતા વધારી દીધી છે.
લિપ-સિંકિંગ કરનારા સિંગર્સ પર આકરા પ્રહાર
શ્રેયાએ (Shreya Ghoshal) લાઈવ કોન્સર્ટમાં સ્ટેજ પર થતા લિપ-સિંકિંગ (Lip-syncing) એટલે કે રેકોર્ડ કરેલા ગીત પર માત્ર મોઢું હલાવવાની પ્રથાની આકરી ટીકા કરી છે. તેણે તેને ‘આળસ’ ગણાવીને કહ્યું કે, “મને સ્ટેજ પર લિપ-સિંકિંગ કરવું ખૂબ જ અજીબ અને અસ્વસ્થ લાગે છે. જે દિવસે મારે આવું કરવું પડશે, તે દિવસે હું ગાવાનું છોડી દઈશ.” શ્રેયા માને છે કે જો કોઈ કલાકાર લાઈવ પરફોર્મ કરે છે, તો તેણે પોતાની મહેનત અને અસલી અવાજ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવો જોઈએ.
“જ્યાં સુધી અવાજ સાથ આપશે, રિયાઝ ચાલુ રાખીશ”
42 વર્ષીય સિંગરે લાઈવ સિંગિંગ પ્રત્યે પોતાનો અતૂટ પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે લાઈવ પરફોર્મન્સ એક કલાકાર તરીકે તેની ઓળખ છે. તેણે ખાતરી આપી કે જ્યાં સુધી તેની પાસે અવાજ છે અને તે રિયાઝ કરી શકે છે, ત્યાં સુધી તે પ્રેક્ષકો માટે લાઈવ ગાવાનું ચાલુ રાખવા માંગે છે. તેને મતે, સ્ટેજ પર જે ઉર્જા ઓડિયન્સ તરફથી મળે છે તે જ તેની પ્રેરણા છે.
Shreya Ghoshal એ કલાકારની જવાબદારી વિશે વાત કરી
શ્રેયાએ (Shreya Ghoshal )ઉમેર્યું કે સ્ટેજ પર આવતી વખતે એક કલાકારની મોટી જવાબદારી હોય છે. તે પોતે અંગત જીવનમાં ગમે તેવા સંઘર્ષમાંથી પસાર થતી હોય, પરંતુ સ્ટેજ પર તેણે હંમેશા પ્રેક્ષકોને પ્રેરણા આપવી જોઈએ. સંગીત લોકોના દુઃખ દૂર કરવાનું અને તેમને હીલ (Heal) કરવાનું કામ કરે છે, તેથી કલાકારે હંમેશા ઈમાનદારીથી ગાવા પર ભાર મૂકવો જોઈએ.
આ પણ વાંચો:બોલિવૂડની ગંદી પોલ ખોલી તનુશ્રીએ, કહ્યું- વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે સંઘર્ષ કરતા કલાકારો
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાએ શેર કરી લગ્નની પ્રથમ તસવીર! જુઓ ‘નેશનલ ક્રશ’નો બ્રાઈડલ લુક
આ પણ વાંચો:સિંગર બાદશાહને લૉરેન્સ બિશ્નોઈ ગેંગની ચેતવણી: આ તો માત્ર ટ્રેલર હતું, હવે ગોળી માથામાં વાગશે


