Entertainment News/ ઓસ્કારમાં વ્હાઇટ ગાઉનમાં છવાઈ ગઈ પ્રિયંકા ચોપરા…નિકના હાથ પર બાંધેલા રક્ષાસૂત્રે સૌનું ધ્યાન ખેંચ્યુ!

ઓસ્કાર એકેડમી એવોર્ડ્સમાં પ્રિયંકા (Priyanka Chopra)ને પ્રેઝન્ટર તરીકે પસંદ કરવામાં આવી છે. એણે કસ્ટમ વ્હાઇટ ગાઉન પહેર્યો હતો જે હોલીવુડના સોનેરી યુગ…

Trending Entertainment
Priyanka Chopra, નિક જોનાસ, ઓસ્કાર, એસએસ રાજામૌલી,વારાણસી

Entertainment News: ગ્લોબલ આઇકન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas) ફરીથી એક વાર ઓસ્કારના મંચ પર પોતાનો જાદુ વિખેરતા નજરે ચડી હતી…98 મા ઓસ્કાર એકેડમી એવોર્ડ્સ (Oscar Awards)માં પ્રિયંકાને પ્રેઝન્ટર તરીકે પસંદ કરવામાં આવી છે અને એ ભારત અને સાઉથ એશિયન ફિલ્મ સિતારાઓ માટે એક ગર્વની બાબત છે. રેડ કાર્પેટ પર પ્રિયંકાની સાથે એના પતિ અને પોપ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) પણ નજરે પડ્યો, જે દરેક પગલે પોતાની પત્નીનો સાથ નિભાવી રહ્યો છે!

દેશી ગર્લ વ્હાઇટ ક્લાસિક ગાઉનમાં

સ્ટનિંગ વ્હાઇટ ગાઉનમાં આ દેશી ગર્લ પ્રિયંકા (Deshi Girl in White Gown) ગજબનાક આકર્ષક લાગી રહી હતી! નિક જોનાસે વેલવેટી બ્લેક સૂટમાં હાજરી આપી, જે લુક પરફેક્ટલી મેચ લાગતો હતો. આ વર્ષ 2026 માં એકેડમી એવોર્ડ્સમાં પ્રેઝન્ટર (Presenter)ના રુપમાં સામેલ થયેલી પ્રિયંકાની સાથે એની હેથવે, રોબર્ટ ડાઉની જુનિયર અને ગ્વિનેથ પાલ્ટ્રો જેવી સેલિબ્રિટીઝ પણ સામેલ છે.

Priyanka Chopra, નિક જોનાસ, ઓસ્કાર, એસએસ રાજામૌલી,વારાણસી

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નો સ્ટનિંગ લુક

પ્રિયંકાએ ઓસ્કાર નાઇટ માટે કસ્ટમ વ્હાઇટ ગાઉન પહેર્યો હતો, જેની ફેધર ડિટેલિંગ એને પૂર્ણ રીતે નાટ્યાત્મક ટચ આપતી હતી! અભિનેત્રીએ આ માટે મોનોટોન લુક પસંદ કર્યો હતો, જેમાં એણે પોતાના લુકને અનુરુપ કોર્સેટ ટોપ, થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ અને ફેધર ટ્રિમ્સથી પોતાનું ગ્લેમર નિખાર્યુ હતુ. એ ઉપરાંત, એણે બુલ્ગારીનો સ્ટ્રાઇકિંગ ડાયમંડ નેકલેસ પણ પહેર્યો હતા જેની એ એમ્બેસેડર પણ છે. લાઇટ મેકઅપ સાથે એણે ઓપન સ્લીક હેરસ્ટાઇલ પ્રિફર કરી હતી અને આ આકર્ષક યુગલે રેડ કાર્પેટ (Red Carpet) પર સૌને ખુશ કરતા પોઝ આપ્યા હતા!!

પ્રિયંકાનો આ લુક હોલીવુડના સોનેરી યુગ (Hollywood Golden Era)ની ક્લાસિક ખૂબસૂરતીને ટ્રિબ્યૂટ આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલો છે.

Priyanka Chopra, નિક જોનાસ, ઓસ્કાર, એસએસ રાજામૌલી,વારાણસી

નિકના હાથ પર બાંધેલા રક્ષાસૂત્રે સૌનું ધ્યાન ખેંચ્યું

પ્રિયંકા અને નિક, બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યાં હતાય પ્રિયંકાના આ ગજબ કાતિલ લુકની સૌએ ભરી-ભરીને તારીફ કરી હતી. નિકે ઓસ્કાર નાઇટમાં સામેલ થતા પહેલા ઇન્સ્ટા પર પોતે પાણી પીતો હોવાનો એક વીડિયો પોસ્ટ કરીને આડકતરી રીતે પોતાના હાથમાં બાંધેલું રક્ષાસૂત્ર (Raksha Sutra) દર્શાવ્યું હતુ. આ એવોર્ડ નાઇટમાં પણ સૌ નિકના હાથ પર બાંધેલા આ રક્ષાસૂત્રને નોટિસ કર્યુ હતુ અને આ જોઇને લોકો એને પરફેક્ટ ‘ઇન્ડિયન જીજૂ’ (Indian Jiju) કહી રહ્યાં છે! બંનેને મેરી માલતી નામની એક સુંદર પુત્રી પણ છે.

Priyanka Chopra, નિક જોનાસ, ઓસ્કાર, એસએસ રાજામૌલી,વારાણસી

ઓસ્કારનો ભાગ બનવા માટે પ્રિયંકા કેટલી ઉત્સાહિત હતી એનો ખુલાસો એની ઇન્સ્ટા સ્ટોરીઝ જોઇને ખબર પડે છે. એક્ટ્રેસ દ્વારા બ્યૂટી ટ્રીટમેન્ટ લેવાના અને મેકઅપ કરાવતા ફોટા પણ શેર કરવામાં આવ્યા છે.

અભિનેત્રીની છેલ્લી અને આગામી ફિલ્મ

આ એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એની છેલ્લી મૂવી અમેરિકન એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધ બ્લફ’ (The Bluff) હતી, જેમાં એના કામને ઘણી જ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી.

એની આવનારી હિન્દી ફિલ્મ છે એસએસ રાજામૌલી (SS Rajamouli)ના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘વારાણસી’…જેમાં મહેશ બાબૂ અને પૃથ્વીરાજ સુકુમારન્ પણ એની સાથે નજર આવશે.


આ પણ વાંચો: શું 66 વર્ષની વયે માતા બનશે નીના ગુપ્તા?!! વાયરલ ફોટો જોઇને ફેન્સનો દાવો…અભિનેત્રીનો જવાબ…

આ પણ વાંચો: યુવાન વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી…500 થી વધુ ફિલ્મો…71 ના થવા છતાં આ અભિનેતાની ફિટનેસ બરકરાર…!!

આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!