Vadodara News/ કારેલીબાગમાં નશાખોર દંપતીનો પોલીસ પર પથ્થરમારો, LRD જવાન સહિત 2 ઈજાગ્રસ્ત

Vadodaraના કારેલીબાગમાં નશામાં ધૂત પતિ-પત્નીએ 112 જનરક્ષક ટીમ પર પથ્થરમારો કર્યો. LRD જવાન દીપક ચૌહાણ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત. જાણો સમગ્ર મામલો.

Top Stories Gujarat Vadodara
Vadodara Police Attack

Vadodara Police Attack: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ અસામાજિક તત્વો હવે પોલીસ પર હુમલો કરતા પણ અચકાતા નથી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે ઝઘડો શાંત પાડવા ગયેલી પોલીસ ટીમ પર નશામાં ધૂત પતિ-પત્નીએ પથ્થરમારો કર્યો હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ હુમલામાં એક LRD જવાન અને પાયલોટ (ડ્રાઈવર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Vadodara Police Attack

નશામાં ધૂત પતિ-પત્નીની દાદાગીરી

ઘટનાની વિગત મુજબ, કારેલીબાગ વિસ્તારમાં એક પતિ-પત્ની નશાની હાલતમાં જાહેરમાં ભીષણ ઝઘડો કરી રહ્યા હતા. આ અંગે કોઈએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસનો ઉદ્દેશ્ય માત્ર ઝઘડો શાંત પાડી કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો, પરંતુ નશામાં ચૂર દંપતીએ પોલીસને જોતા જ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો.

Vadodara Police Attack

Vadodara : પોલીસ પર પથ્થરમારો

પોલીસ જ્યારે મામલો થાળે પાડવા માટે સમજાવટનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ અચાનક ઉશ્કેરાયેલા દંપતી અને ત્યાં હાજર અન્ય કેટલાક લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હિંસક હુમલામાં એલઆરડી (LRD) જવાન દીપક ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે જનરક્ષક વાહનના ડ્રાઈવર પરેશ પરમાર પણ ઘાયલ થયા હતા. પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલા બંને પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસની કડક કાર્યવાહી

પોલીસ પર હુમલાની જાણ થતા જ કારેલીબાગ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરનાર પતિ-પત્ની નશાની હાલતમાં હતા. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી હુમલો કરનાર શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

શહેરમાં પોલીસ પર વધી રહેલા હુમલાની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો રક્ષણ કરનાર પોલીસ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું?


આ પણ વાંચો: મોતનું રહસ્ય ગૂંચવાયું! જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

આ પણ વાંચો: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પ્રેમ વિવાદને કારણે જીવલેણ હુમલો થવાની શંકા, યુવકનું મોત

આ પણ વાંચો: વડોદરામાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમિકાએ દુપટ્ટાથી ગળું દબાવી પ્રેમીની કરી હત્યા