Sports News: વૈભવ સૂર્યવંશી…ભારતની આ યુવા પ્રતિભા (Vaibhav Suryavanshi)એ ફરીથી એક વાર બોલરોની ધોલાઇ કરી નાખી છે! એશિયા કપ અંડર-19 (Asia Cup Under-19 )માં INDIA U19 vs UAE U19 ની પ્રથમ મેચ (First match)માં યુએઈની ટીમ સામે ધમાકેદાર સદી (Century) ફટકારી છે!
વૈભવ સૂર્યવંશી એ એશિયા કપ અંડર-19 માં ફટકાર્યું તોફાની શતક
ભારતીય ક્રિકેટ (Indian Cricket)માં ઉભરતી યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશી જ્યાં પણ જાય છે ત્યાં બોલરોમાં જાણે કે ભય છવાઇ જાય છે! આ વાતની પુષ્ટિ કરતા વૈભવે ફરી એક વાર પોતાની બેટિંગથી પ્રતિસ્પર્ધી બોલરો (Bowlers)ને ધૂળ ચાટતા કરી દીધા હતા અને યુએઈ (UAE)ના બધા જ બોલર એને અંકુશમાં લેવામાં નિષ્ફળ નીવડ્યાં હતા! ટીમ ઈન્ડિયા (Team India)એ પ્રથમ બેટિંગ લીધી હતી અને જેમાં સૂર્યવંશીએ એના બેટમાંથી માત્ર ચોક્કા અને છગ્ગાની ઝડી વરસાવી હતી!
જ્યારે કેપ્ટન આયુષ મ્હાત્રે ત્રીજી ઓવરના પાંચમા બોલે કુલ 11 બોલમાં કેવળ 4 રન બનાવીને આઉટ થઇ ગયા ત્યારે વૈભવે મોરચો સંભાળી લીધો હતો. એણે સેટ થવામાં થોડો સમય જરુર લીધો પણ ત્યાર બાદ, જબરદસ્ત બેટિંગ (Batting) કરીને ટીમના પ્રદર્શનને ફરી પાટા પર લાવી દીધું હતુ!

મેદાન પર ચોક્કા-છગ્ગાની ઝડી વરસાવી
વૈભવે કેવળ 29 બોલમાં જ એનું અર્ધશતક બનાવી લીધું, એમાં મજાની વાત એ છે કે એણે છગ્ગો મારીને 50 રન પૂરા કરીને દર્શકોને ખુશ કરી દીધા હતા! 16મી ઓવર નાખવા આવેલા યુએઈના બોલર એહમદ ખુદાદની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી દીધા હતા! જો કે, ત્યાર બાદ વૈભવે આરામથી થોડા સિંગલ્સ લીધા અને આગળની 2-3 ઓવરો સુધી એક પણ બાઉન્ડ્રી (Boundary) સુદ્ધાં મારી ન હતી. 18મી ઓવરના પાંચમા બોલે એણે છગ્ગો (Sixer) મારીને 92 રન પૂરા કર્યા હતા. પછી 19મી ઓવરમાં 2 સિંગલ રન લઇને ઓવરના છેલ્લા બોલ પર ચોક્કો ફટકારીને વૈભવે 98 રન પૂરા કર્યા હતા. પછી રમતને સંભાળીને રમતા 21મી ઓવરમાં બીજા બોલે સિંગલ રન લઈને સૂર્યવંશીએ પોતાનું શતક પૂર્ણ કર્યું હતુ.
રાઇઝિંગ સ્ટારે એશિયા કપમાં તરખાટ મચાવેલો
વૈભવ સૂર્યવંશીનું યુએઈ સામે આ પહેલું પ્રદર્શન નથી, આ અગાઉ પણ એણે એની વિરુદ્ધ રમતા સદી ફટકારેલી છે. ઈન્ડિયા-એ તરફથી રમતા આ રાઇઝિંગ સ્ટાર ક્રિકેટરે (Cricketer) યુએઈની ટીમ સામે 42 બોલમાં 144 રન બનાવ્યા હતા અને એમાં ફક્ત 32 બોલમાં જ શતક પૂર્ણ કર્યું હતું!!
આ પણ વાંચો: વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવા પર શું કીધુ BCCI એ
આ પણ વાંચો: શુભમન ગિલ ગુવાહાટી જવા રવાના, પરંતુ બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અનિશ્ચિત, BCCI એ જાહેર કરી માહિતી
આ પણ વાંચો: ‘BCCI ને પણ દેશના કાયદાનું કરવું પડશે પાલન’, રમતગમત મંત્રાલયના સૂત્રએ માહિતી આપી

