sports news/ વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવા પર શું કીધુ BCCI એ

વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમના નિવૃત્તિ અંગે એવી અટકળો ચાલી રહી છે કે કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરી શકે છે.

Trending Sports
BCCI responds to Kohli's retirement

વિરાટ કોહલીએ આ વર્ષે 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ, એવી અફવાઓ ફેલાઈ હતી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવા માટે મનાવી શકે છે. જો કે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમની નિષ્ફળતા માટે સંક્રમણ તબક્કાને જવાબદાર ગણાવ્યું.

પરંતુ હવે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સૈકિયાએ કહ્યું કે, “વિરાટ કોહલી વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે માત્ર એક અફવા છે. મેં આ અંગે કોહલી સાથે વાત કરી નથી. અફવાઓ પર ચર્ચા ન કરો. આવું કંઈ થયું નથી.

જો કે, એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીનો સંપર્ક કરીને તેમની ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવા કહેવામાં આવી શકે છે.. રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે તાજેતરમાં નિવૃત્તિ લેનાર ખેલાડી પોતાના ટેસ્ટ ભવિષ્ય પર પુનર્વિચાર કરવા તૈયાર હોઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટીમ તૂટી ગઈ…’ કોહલીના ભાઈએ BCCI પર લગાવ્યો ગંભીર આરોપ, વિરાટ અને રોહિત વિશે સનસનાટીભર્યો દાવો…

આ પણ વાંચો: મારા ભવિષ્યનો નિર્ણય BCCI લેશે કહી ગૌતમ ગંભીરે ગુવાહાટી ટેસ્ટ હારની જવાબદારી લીધી

આ પણ વાંચો: ડોમેસ્ટિક મેચ રમવી જ પડશે… BCCIના ‘કડક આદેશ’ પછી રોહિત શર્માનો મોટો નિર્ણય, વિરાટ કોહલીએ મૌન જાળવ્યું