દિલ્હીમાં 1984 ના શીખ રમખાણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કોંગ્રેસી નેતા સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સજ્જન કુમારે તબીબી કારણોસર વચગાળાના જામીનની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. અદાલતે તેમની સ્થિર તબિયતને કારણે અને સતત સુધારો દર્શાવતા આ નિર્ણય આપ્યો છે.
ઉલ્લેખનીય છ કે સજ્જન કુમારને તબિયત સારી ન રહેતી હોવાના લીધે તેમના વકીલે સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરી હતી પરતું તેમની સ્થિતિનું મૂલ્યાકન કર્યા બાદ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી,
1984ના શીખ વિરોધી રમખાણો મામલે દિલ્હી હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા હતા જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે.
