Covid-19/ કોરોનાની ત્રીજી લહેરની લગભગ દસ્તક, છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 40 હજારથી વધુ કેસ

દેશમં કોરોનાની ત્રીજી લહેરની લગભગ દસ્તક આપી દીધી છે, આજે છેલ્લા 24 કલાકમાં એકવાર ફરી 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. વળી મોતનો આંક 366 નોંધાયો છે.

Top Stories India

દેશમાં કોરોનાનાં દૈનિક કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે આજે નોંધાયેલા કોરોના મહામારીનાં કેસ ગઇ કાલ એટલે કે ગુરુવારની સરખામણીએ ઓછા છે. જો આપણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા પર નજર કરીએ તો કોરોનાની ત્રીજી લહેર લગભગ દસ્તક આપી ચૂકી છે. આજે જે આંકડા બહાર આવ્યા છે તેમાં 45 હજારથી વધુ નવા કેસ અને ચાર લાખ જેટલા સક્રિય કેસ સામેલ છે, જે સરકારની સાથે સાથે સામાન્ય માણસની ચિંતામાં વધારો કરશે. જોકે, રાહતની વાત છે કે દેશમાં રસીકરણની ગતિ એકદમ સારી છે. દરરોજ લગભગ એક કરોડ લોકોને રસીનાં ડોઝ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – Interesting / આ વૃદ્ધ દિવસમાં 250 ગ્રામ પથ્થર ખાઇ જાય છે, જાણો કેવી રીતે પડી આ આદત

આપને જણાવી દઇએ કે, મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45,352 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારે દેશમાં 3,99,778 સક્રિય કેસ છે, જે કુલ કેસોનાં 1.22 ટકા છે. રિકવરી દર રાહત આપે તેવા સામે આવી રહ્યા છે. 100 માંથી 97 જેટલા દર્દીઓ ઠીક થઈ રહ્યા છે, જે ભારત માટે એક Good News છે. છેલ્લા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં દેશમાં 3,20,63,616 દર્દીઓ સ્વસ્થ થયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના સંક્રમણની વધતી ચિંતા વચ્ચે રસીકરણની ઝડપ પણ પ્રશંસનીય છે. દેશમાં અત્યાર સુધીમાં 67.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 52.65 કરોડ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – કરોડપતિ પરિવાર / છેલ્લા 6 દિવસમાં ગૌતમ અદાણી દર કલાકે 500 કરોડ રૂપિયા કમાયા, ચીની અબજોપતિ પણ પાછળ

કેરળમાં ગુરુવારે કોવિડ -19 નાં 32,097 નવા કેસો આવવાથી કોરોના વાયરસનાં સંક્રમણની કુલ સંખ્યા વધીને 41,22,133 થઈ ગઈ છે જ્યારે 188 વધુ દર્દીઓનાં મોત બાદ મૃત્યુઆંક 21,149 પર પહોંચી ગયો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગે એક પ્રકાશનમાં આ માહિતી આપી હતી. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 માટે 1,74,307 સેમ્પલોની ચકાસણી સાથે સંક્રમણ રેટ 18.41 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 3,19,01,842 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન, કોવિડ-19 ના 21,634 દર્દીઓ પણ ચેપ મુક્ત હતા, જેના કારણે રાજ્યમાં આ જીવલેણ વાયરસનાં સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા વધીને 38,60,248 થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,40,186 થઈ ગઈ છે. હાલમાં વિવિધ જિલ્લાઓમાં 5,68,087 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી 33,282 લોકો હોસ્પિટલમાં છે.