bus/ રાત્રિ કર્ફ્યુંમાં પણ ચાર મહાનગરોના મુસાફરોને પીકઅપ પોઇન્ટ પરથી મળશે એસટી બસ

રાત્રિ કર્ફ્યુંમાં પણ ચાર મહાનગરોના મુસાફરોને પીકઅપ પોઇન્ટ પરથી એસટી બસ મળશે. ગુજરાતમાં હાલ ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા અનેક મુસાફરો હેરાન થઇ રહ્યા છે.

Gujarat Others Breaking News
Untitled 54 રાત્રિ કર્ફ્યુંમાં પણ ચાર મહાનગરોના મુસાફરોને પીકઅપ પોઇન્ટ પરથી મળશે એસટી બસ

રાત્રિ કર્ફ્યુંમાં પણ ચાર મહાનગરોના મુસાફરોને પીકઅપ પોઇન્ટ પરથી એસટી બસ મળશે. ગુજરાતમાં હાલ ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા અનેક મુસાફરો હેરાન થઇ રહ્યા છે. ત્યારે ST નિગમ દ્વારા એકશન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં પેસંજરો માટે બાઇપાસ પીકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રે પણ આ પિકઅપ પોઇન્ટ પર ST નિગમના કર્મચારીઓ હાજર રહેશે.

ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પીકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. શહેર અને નજીકના સ્થળ પરથી ST બસો મળી રહેશે. આ પીકઅપ સ્ટેન્ડ પરથી રાત્રિના સમયે પણ નિગમના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ બાય રહેશે.

  • અમદાવાદના સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે ,અસલાલી, હાથીજન સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાય પાસ જતી બસ મળશે.
  • વડોદરા શહેરમાં દુમાંડ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડનચોકડી, જીએનએફસી, છાણી જકાત નાકાથી બસ સેવા મળશે.
  • સુરત મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડી પાસેથી બસ સેવા મળશે.
  • રાજકોટ ગોંડલ ચોકડી, આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ, માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….