Not Set/ ભાવનગરનાં બંદર પર વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થાપવાની મંજૂરી મળી

વિશ્વનું સૌ પ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડનાં ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર બંદર ખાતે આગામી વર્ષોમાં 1900 કરોડનાં ખર્ચે દુનિયાનાં સૌ પ્રથમ સીએનજી ટર્મિનલની સ્થાપના થશે. જે હેતુસર મુખ્યમંત્રીશ્રીએ એજીઆઈડીબીનાં અધ્યક્ષ તરીકે સીએનજી પોર્ટ ટર્મિનલની […]

Gujarat Others
bhavnagar port ભાવનગરનાં બંદર પર વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થાપવાની મંજૂરી મળી

વિશ્વનું સૌ પ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડનાં ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર બંદર ખાતે આગામી વર્ષોમાં 1900 કરોડનાં ખર્ચે દુનિયાનાં સૌ પ્રથમ સીએનજી ટર્મિનલની સ્થાપના થશે. જે હેતુસર મુખ્યમંત્રીશ્રીએ એજીઆઈડીબીનાં અધ્યક્ષ તરીકે સીએનજી પોર્ટ ટર્મિનલની દરખાસ્તને રાજ્ય સરકાર અને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની મંજૂરી આપી દીધી છે. યુ.કે. સ્થિત ફોરસાઈટ જૂથ અને મુંબઈની પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા આ પ્રોજેક્ટ માટે 1900 કરોડનું મૂડીરોકાણ કરશે. પ્રાથમિક તબક્કે ફોરસાઈટ ગ્રુપ અને પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થાપવા માટે પ્રી-ફિઝીબીલિટી પ્રોજેક્ટ રિપોર્ટ, સાઈટ સિલેક્શન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ, સીએનજી વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવ્યું છે.

ભાવનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલનાં પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. આ પોર્ટ ટર્મિનલ માટે કુલ 1900 કરોડનાં મૂડીરોકાણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગ્રુપના કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રૂટ મારફત 1900 કરોડનું રોકાણ કરશે. જેમાં 500 કરોડનાં વિદેશી રોકાણનો પણ સમાવેશ છે. લંડન સ્થિત ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ નામની કંપનીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથે વાયબ્રન્ટ ગુજરાત 2019 દરમિયાન ગુજરાતનાં દરિયાકાંઠે સીએનજી ટર્મિનલ બનાવવા માટેનાં કરાર કર્યા હતા. પ્રસ્તાવિત પોર્ટ ટર્મિનલથી વાર્ષિક 60 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે. ભાવનગર પોર્ટ દ્વારા ગત વર્ષે ૩૧ લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યુ હતુ જે ઈતિહાસમાં સૌથી વધુ હતું. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે.

ભાવનગરમાં સીએનજી પોર્ટની સ્થાપના બાદ ભાવનગર બંદરની હાલ કાર્ગો વહનની વાર્ષિક ક્ષમતા ૩ મિલીયન મેટ્રીક ટન છે. જે નવા સીએનજી પોર્ટ ટર્મિનલની સ્થાપના બાદ ત્રણ ગણી વધીને 9 મેટ્રીક ટન થઈ જશે. 9માંથી 6 મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન આ પ્રોજેક્ટ થકી થશે. આ ઉપરાંત સીએનજી ટર્મિનલની સીએનજી વાર્ષિક ક્ષમતા 1.5 મિલીયન મેટ્રીક હશે. સીએનજી પોર્ટ ટર્મિનલ માટે ભાવનગર બંદરની ઉત્તર બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં ખાસ કરીને પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, બે લોકગેટ, કિનારા ઉપર સીએનજી પરિવહન માટેનું આંતર માળખું વગેરે સુવિધા વિકસાવવામાં આવશે. કંપની દ્વારા બંદર ખાતે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનસ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર બંદર ખાતે સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલની સ્થાપવાનો પ્રોજેક્ટ હાલ ગતિમાં છે ત્યારે ભાવનગર બંદર સુધી બ્રોડગેજ રેલવે લાઈન અને નેશનલ હાઈવે જોડાયેલા હોવાથી ધોલેરા સરની સાથે ટર્મિનલનો ફાયદો દેશનાં ઉત્તર અને પશ્ચિમ છેડાઓનાં માલ પરિવહનને પણ મળશે. આ ટર્મિનલ બંદરિય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમાચિહ્ન બની રહેશે તેમ લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભાવનગરનાં બંદરે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થાપવાની મંજૂરી મળતા વિશ્વ ફલક પર ભાવનગરનું નામ ગુંજતું થશે અને ભાવનગર સ્થિત બંદરની જાહોજલાલી ફરી પાછી આવશે તે નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.