Not Set/ હાર્દિક પટેલને કોઈ જ રાહત ના મળી, કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

અમદાવાદ, હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરતા હવે હાર્દિક પટેલને કોઈ જ રાહત ન મળી. હાઈકોર્ટમાં હાર્દિકની અરજી પર સુનાવણી ટળી. હાર્દિકને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી શકે છે. જસ્ટિસ આર.પી.ધોલેરિયાની કોર્ટમાં સુનાવણી કરી હતી. પણ હવે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે હાર્દિકે પણ ચૂંટણી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 270 હાર્દિક પટેલને કોઈ જ રાહત ના મળી, કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

અમદાવાદ,

હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરતા હવે હાર્દિક પટેલને કોઈ જ રાહત ન મળી. હાઈકોર્ટમાં હાર્દિકની અરજી પર સુનાવણી ટળી. હાર્દિકને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી શકે છે.

જસ્ટિસ આર.પી.ધોલેરિયાની કોર્ટમાં સુનાવણી કરી હતી. પણ હવે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

ત્યારે હાર્દિકે પણ ચૂંટણી લડવાનો સંકલ્પ કરી લીધો છે. ત્યારે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરતા સુનાવણી હાલ ટળી છે. ત્યારે હવે આગામી સમયમાં હાર્દિક પટેલને હાઇકોર્ટ તરફથી રાહત મળે છે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જેની આજે સુનવણી થઈ હતી.

રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક કોઈ અવરોધો વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

તો બીજી તરફ, ગઈકાલે ગુજરાત આવેલ રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણનું નિવેદન પણ આપ્યું છે. ત્યારે હાર્દિક હવે ચૂંટણી લડવાની તૈયાર સાથે કાનૂની લડત પણ આપી રહ્યો છે.