Not Set/ દાહોદના ઝાલોદમાં અમિત શાહે ગજવી સભા

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ચુંટણી જાહેરસભાને સંબોધતા ભાજપ પ્રમુખ અમિત શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શાહે જણાવ્યુ હતુ કે જે રાહુલ ગાંધી પોતાના મતવિસ્તાર એવા અમેઠીમાં એક કલેક્ટર ઓફીસ પણ શરૂ નહીં કરાવી શક્યા એ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વિકાસનો હિસાબ માંગે છે, આ નવાઇની વાત લાગે છે. […]

Gujarat
amit shah759 દાહોદના ઝાલોદમાં અમિત શાહે ગજવી સભા

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ચુંટણી જાહેરસભાને સંબોધતા ભાજપ પ્રમુખ અમિત શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શાહે જણાવ્યુ હતુ કે જે રાહુલ ગાંધી પોતાના મતવિસ્તાર એવા અમેઠીમાં એક કલેક્ટર ઓફીસ પણ શરૂ નહીં કરાવી શક્યા એ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વિકાસનો હિસાબ માંગે છે, આ નવાઇની વાત લાગે છે.

તેમણે જણાવ્ય હતુ કે કોંગ્રેસે દેશ પર 70 વર્ષ સુધી રાજ કર્યુ તેમને વિકાસનો હિસાબ આપવો જોઇએ તેના બદલે તેઓ મોદીજી પાસે વિકાસનો હિસાબ માંગી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે આજે મતદાન વડે ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જવાબ આપી દીધો છે અને 14મીએ પણ મતદારો કોંગ્રેસને દેખાડી દેશે કે વિકાસ કોને કહેવાય