Not Set/ IPL 2018 : હૈદરાબાદને ૫ વિકેટે હરાવી KKRએ મેળવી પ્લેઓફની ટિકિટ

હૈદરાબાદ, હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે 5 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 173 રનના ટાર્ગેટને 19.4 ઓવરમાં વટાવી KKRની ટીમે ટુર્નામેન્ટમાં આઠમો વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જ કોલકાતાએ પ્લેઓફમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે.  કોલકાતાના શાનદાર […]

Top Stories Sports
Ddk GbWV0AAWUmt IPL 2018 : હૈદરાબાદને ૫ વિકેટે હરાવી KKRએ મેળવી પ્લેઓફની ટિકિટ
હૈદરાબાદ,
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે 5 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 173 રનના ટાર્ગેટને 19.4 ઓવરમાં વટાવી KKRની ટીમે ટુર્નામેન્ટમાં આઠમો વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જ કોલકાતાએ પ્લેઓફમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે.
કોલકાતાના શાનદાર વિજયના હિરો કેપ્ટન દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ઓપનર બેટ્સમેન ક્રિશ લિન અને પ્રસિધ્ધ રહ્યા હતા. પરંતુ ક્રિશ લિનને 55 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ નિર્ધારિત 20 ઓવરમા 9 વિકેટના નુકશાને 172 રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા SRHની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન અને ગોસ્વામીની જોડીએ પહેલી વિકેટ માટે 79 રન જોડ્યા હતા. ગોસ્વામી 26 બોલમાં 36 રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જ્યારે 39 બોલમાં 1 સિક્સર અને 5 ફોર સાથે 50 રન બનાવ્યા હતા.
આ પહેલાની મેચોમાં પોતાનું ફોર્મ બતાવનાર કેપ્ટન કેન વિલિયમસને અંતિમ મેચમાં પણ માત્ર 17 બોલમાં 3 સિકસર અને 1 ફોર સાથે 37 રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડેએ 25 રન ફટકાર્યા હતા. KKR તરફથી પ્રસિધ્ધે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 173 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઇડર્સની શરૂઆત પણ સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન સુનિલ નરેન અને ક્રિશ લિનની જોડીએ પહેલી વિકેટ માટે માત્ર 3.4 ઓવરમાં જ 52 રનની ભાગીદારી નોંધાવી હતી. સુનિલ નરેને માત્ર 10 જ બોલમાં 2 સિકસર અને 4 ફોર સાથે 29 રન બનાવ્યા હતા.
બીજી બાજુ ક્રિશ લિને પણ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા 43 બોલમાં 55 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથપ્પા અને કેપ્ટન દિનેશ કાર્તિકે અનુક્રમે 45 રન અને અણનમ 26 રન ફટકાર્યા હતા અને પોતાની ટીમ માટે પ્લેઓફની ટિકિટ સુનિશ્ચિત કરી હતી. હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કોલ અને કેગ બ્રેથવેટે અનુક્રમે 2-2 વિકેટ ઝડપી હતી..