Pride/ ગુજરાત હાઈકોર્ટનું યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ તમામ જનતાને જોવા મળશે

દેશમાં પ્રથમ ગુજરાત હાઇકોર્ટે આ શરુ કર્યું છે. ગુજરાત માટે અને હાઇકોર્ટ માટે આ એક અતિ મહત્વનું અને ઐતિહાસિક ક્ષણ છે જ્યાં ગુજરાતે પોતાનું નામ અંકિત કરાવ્યું છે. 

Top Stories Gujarat Others
49301 gujarathighcourt pti 1 ગુજરાત હાઈકોર્ટનું યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ તમામ જનતાને જોવા મળશે

દેશમાં પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટનું youtube પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. હવે તમામ જનતાને હાઇકોર્ટમાં થતી કાર્યવાહી જોવા મળશે. આ નિર્ણય હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સોમવારથી બાકીની કોર્ટના લાઈવ સ્ટ્રિમિંગ થશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ તેનું ઉદઘાટન કર્યું છે.  ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર પણ આની લિંક મળશે.

આ મહત્વનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે

ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ અને અન્ય જસ્ટિસે અન્ય કોર્ટનુ પણ લાઈવ સ્ટ્રિમિગ કરવા નક્કી કર્યું છે. દેશમાં પ્રથમ ગુજરાત હાઇકોર્ટે આ શરુ કર્યું છે. ગુજરાત માટે અને હાઇકોર્ટ માટે આ એક અતિ મહત્વનું અને ઐતિહાસિક ક્ષણ છે જ્યાં ગુજરાતે પોતાનું નામ અંકિત કરાવ્યું છે.

દેશમાં પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટનું youtube પર લાઈવ સ્ટ્રીમિંગ તમામ જનતા ને જોવા મળશે, તેવો નિર્ણય હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સોમવારથી બાકીની કોર્ટના લાઈવ સ્ટ્રિમિગ થશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એ તેનું ઉદઘાટન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર પણ લિંક મળશે.  ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબર 2020થી ફર્સ્ટ કોર્ટ પ્રોસિડીગ ઓનલાઇન જોવા મળતું હતું.  જેમાં ઓપન કોર્ટ માટે 2018મા સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો. ત્યારે ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલ ને 48 લાખ વ્યૂ મળ્યાં હતા.  ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિગ ચાલુ રહેશે. નાગરિકો ઘરે બેઠા કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચૂકાદા જોઈ અને સાંભળી શકશે.

Gujarat High Court Live Law min ગુજરાત હાઈકોર્ટનું યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ તમામ જનતાને જોવા મળશે

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.  જે ખરેખર ગુજરાત માટે એક અતિ મહત્વનું અને ઐતિહાસિક ક્ષણ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રામન પણ આ મુદ્દા ને સમર્થન આપવા વિડિઓ કોંફરન્સના મધ્યમથી જોડાયા હતા. કોર્ટના યુ ટ્યુબ લોન્ચિંગ સહિત લાઈવ સ્ટ્રીમિંગના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.  જેને તમામ જનતાએ અનુસરવાનું રહેશે. હવેથી હાઇકોર્ટની તમામ કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહી યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવા નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત, જસ્ટિસ વિક્રમ નાથની કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ સફળ રહ્યું હતું.  “ઓપન કોર્ટ કોન્સેપ્ટ”ના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલા આ સ્ટ્રીમિંગને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. જેથી આ ગુજરાત હાઇકોર્ટના લાઈવ સ્ટ્રીમિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે..