Not Set/ સરકારનું આવુ વલણ હોટેલ-રેસ્ટોરાંને તાળાં મારાવશે :હોટલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીનું નિવેદન

આંશિક લોકડાઉનમાં હોટલ એન્ડ રેસ્ટોરાંને છૂટ ન મળતા હોટલ એન્ડ રેસ્ટોરાં ઓનર્સ એસોસિએશન નારાજ થયું છે.

Gujarat Others Trending
president bolsonaro fined in brazil 2 સરકારનું આવુ વલણ હોટેલ-રેસ્ટોરાંને તાળાં મારાવશે :હોટલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીનું નિવેદન

આંશિક લોકડાઉનમાં હોટલ એન્ડ રેસ્ટોરાંને છૂટ ન મળતા હોટલ એન્ડ રેસ્ટોરાં ઓનર્સ એસોસિએશન નારાજ થયું છે. એસોસિએશનના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને છૂટછાટ આપવાની માગણી કરી છે.  જો સરકાર હવે આ ઇન્ડસ્ટ્રીને છૂટ નહિ આપે તો હોટલ એન્ડ રેસ્ટોરાં ઓનર્સ એસોસિએશન આગામી દિવસોમાં આંદોલન કરશે.  અને તમામ હોટલો અને રેસ્ટોરન્ટ ખોલી નાખશે પછી સરકારે જે કરવું હોય તે કરે તેવી ચીમકી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ઉચ્ચારી છે. સોમાણીએ એવી પણ દલીલ કરી છે કે લારી, ગલ્લા અને પાથરણાવાળાઓને છૂટ આપી છે જ્યાં નિયમો જાળવતા નથી. જ્યારે અમે નિયમોનું પાલન કરીએ છીએ છતાં સરકારે અમને અન્યાય કર્યો છે.

આંશિક લોકડાઉનમાં છૂટ ન મળતા હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ ઓનર એસોસિએશન નારાજ બન્યાં છે. અને આગામી દિવસોમાં આંદોલન કરવાની હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ ઓનર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ચીમકી ઉચ્ચારી છે.

See the source image

હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ ઓનર એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  જેમાં જણાવ્યું છે કે, છેલ્લા 15 મહિનાથી વ્યવસાય બંધ હાલતમાં હોવાથી એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવા માંગ કરીછે. વીજળીનું ન્યુનતમ બીલ નહી પણ વપરાશ પ્રમાણે બીલ કરી આપવા માંગ કરી છે. જો તેમની આ માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન આગામી દિવસમાં આંદોલન કરવાની ચમકી પણ ઉચ્ચારી છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, જો અમારી વાત નહીં સંભાળે તો અમે તમામ હોટલ અને રેસ્ટોરાં ખોલી નાખીશું. લારી- ગલ્લા અને પાથરણાવાળાને છૂટ અપાય છે પણ હોટલને છૂટ નથી આપતી તેવો બળાપો પણ તેમને ઠાલવ્યો હતો. નિયમો પાળનાર ઇન્ડસ્ટ્રી છે છતાં સરકાર અમને અન્યાય કરે છે. રાજ્યની 50 હજાર કરતાં વધારે રેસ્ટોરાં 12 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ  રોજગારી આપે છે.  50 ટકા હોટલ રેસ્ટોરાં બંધ થતાં 6 લાખ લોકો બે રોજગાર થવાનો ભય
પ્રતિ વર્ષ 20 ટકાનો ગ્રોથ કરતા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ વ્યવસાયની હાલત છેલ્લા દોઢ વર્ષથી કફોડી બની છે.

See the source image

રાજ્યની 50 હજાર કરતાં વધારે હોટલ પૈકીની 50 ટકા બંધ થવાના આરે છે.  કોરોનાના કાળમાં હોટલ એન્ડ રેસ્ટોરાં વ્યવસાયને માઠી અસર થઈ  છે. મુખ્યમંત્રી સમક્ષ રાતના બાર વાગ્યા સુધી ટેક અવેની છૂટ આપવા પણ  માંગ કરવામાં આવી છે.  ટેક અવેમાં પણ માત્ર 15 ટકા ધંધા મળી રહ્યો હોવાથી હોટેલ ઉદ્યોગની કમર તૂટી છે.  હોટલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીનું નિવેદન સરકારનું આવુ વલણ હોટેલ-રેસ્ટોરાંને તાળાં મારાવશે. ભાડાંની જગ્યા લઈને હોટેલ બનાવનારાઓમાંથી 80 ટકાથી વધુ લોકોએ તેમની જગ્યા પાછી આપી દેવાની ફરજ પડી છે.  માલિકીની જગ્યા છે તેમણે પણ તે જગ્યા રેન્ટ-ભાડા પર આપવાના પાટિયા દુકાન બહાર લટકાવી દીધા. રાજ્યના મુખ્યમંત્રી સાથે હોટલ ઓનર્સ એશોશીએશનના સભ્યો સોમવારે  રજુઆત કરશે.