Not Set/ હવે આ રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો બન્યા કોરોના સંક્રમિત, શું ત્રીજી લહેર ની છે આશંકા ?

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરથી હાંહાકાર મચેલો છે, ત્યારે ત્રીજી લહેરની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ વચ્ચે જ ગુજરાતમાં બ્લેક ફંગલે ચિંતા વધારી દીધી છે.

Top Stories India
A 302 હવે આ રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો બન્યા કોરોના સંક્રમિત, શું ત્રીજી લહેર ની છે આશંકા ?

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરથી હાંહાકાર મચેલો છે, ત્યારે ત્રીજી લહેરની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ વચ્ચે જ ગુજરાતમાં બ્લેક ફંગલે ચિંતા વધારી દીધી છે. પરંતુ મળી રહેલા સમાચાર અનુસાર આપણા પડોશી રાજ્યમાં ત્રીજી લહેરના સંકેત જોવા મળી રહ્યાં છે. આ સમાચારને ગુજરાતે ગંભીરતાથી લેવા જોઈએ. કેમ કે, બીજી લહેર અને બ્લેક ફંગસ સહિત ત્રીજી લહેર ગુજરાતમાં વિનાશ વેરી શકે છે.

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં ત્રીજી  લહેરના આગમનથી સ્થિતિ વધુ ભયજનક બની છે. રાજસ્થાનના દૌસા ખાતે કોરોનાની ત્રીજી લહેરનું આગમન વર્તાઈ રહ્યું છે. દૌસા ખાતે 341 બાળકો કોરોનાની લપેટમાં આવ્યા છે, મતલબ કે 341 બાળકોમાં કોરોના સંક્રમણની પૃષ્ટિ થઈ છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.

આ પણ વાંચો :બ્લેક ફંગસ માટે ધોયા વગર માસ્ક છે જવાબદાર? જાણો શું કહે એક્સપર્ટ

દૌસા ખાતે 341 બાળકોને કોરોના થયો છે અને તે તમામની ઉંમર 0થી 18 વર્ષ સુધીની છે. આ તમામ કેસ 1 મેથી 21 મે દરમિયાન નોંધાયા છે. જિલ્લાના ડીએમના કહેવા પ્રમાણે 341 બાળકો કોરોના સંક્રમિત આવ્યા છે પરંતુ તે પૈકીના કોઈની સ્થિતિ સીરિયસ નથી. હાલ કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી છે.

આ વચ્ચે રાજસ્થાનમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને ઉપચાર માટે રાજસ્થાન સરકાર હવે યુદ્ધ સ્તર પર તૈયારીમાં જોડાઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામે-ગામ અને ડોર-ટૂ-ડોર ફરીને લોકોનું કોવિડ ટેસ્ટ કરશે. ગામમાં જ કોવિડ સેન્ટર બનાવવામાં આવશે અને પોઝિટિવ આવેલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે. ઘરે-ઘર સર્વે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે.

covid 1 3 sixteen nine 0 હવે આ રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો બન્યા કોરોના સંક્રમિત, શું ત્રીજી લહેર ની છે આશંકા ?

આ પણ વાંચો :અમદાવાદ બાદ કચ્છથી સામે આવ્યો મ્યુકોરમાઇકોસીસનો ચોંકાવનારો કેસ

ઉલ્લેખનિય છે કે, ત્રીજી લહેર આવ્યા પહેલા જ બાળકોમાં કોરોનાના કેસ ઝડપી રીતે વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં બાળકોમાં ખુબ જ ઝડપી સંક્રમણ ફેલાઈ રહ્યો છે. વિશેષજ્ઞોનું અનુમાન છે કે, ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં હવે દૌસામાં 341 બાળકો કોરોનાની ચપેટમાં આવવાથી મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો : “એક તો મહામારી ઓર ઉસ પર પ્રધાન અહંકારી”, રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો પ્રહાર

kalmukho str 19 હવે આ રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો બન્યા કોરોના સંક્રમિત, શું ત્રીજી લહેર ની છે આશંકા ?