accidents/ ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવાનો આ સમય સૌથી ખતરનાક

વર્ષ 2021 માં નોંધાયેલા માર્ગ અકસ્માતના કેસોની સંખ્યા અનુસાર, બપોરે 3 થી 9 વાગ્યાની વચ્ચેનો સમય ભારતના રસ્તાઓ પર ટ્રાફિક માટે સૌથી ખતરનાક સમય છે. 

Top Stories India
Accidents
  • દેશમાં સૌથી વધુ અકસ્માત સાંજે છથી રાતના નવ વચ્ચે થાય છે
  • કુલ અકસ્માતોમાં સાંજે છથી નવની વચ્ચેના અકસ્માતોનો હિસ્સો 20.7 ટકા હિસ્સો
  • દેશમાં સૌથી વધારે અકસ્માત સામાન્ય રીતે જાન્યુઆરીમાં થાય છે
  • બીજા નંબરે સૌથી વધુ અકસ્માત ડિસેમ્બરમાં જાય છે

નવી દિલ્હી: વર્ષ 2021 માં નોંધાયેલા માર્ગ અકસ્માતના (Accidents) કેસોની સંખ્યા અનુસાર, બપોરે 3 થી 9 વાગ્યાની વચ્ચેનો સમય ભારતના રસ્તાઓ પર ટ્રાફિક માટે સૌથી ખતરનાક સમય છે.  તેમાં પણ ખાસ કરીને સાંજે 6 થી 9 વચ્ચેના ત્રણ કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ અકસ્માત (Accidents) થયા છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (Road Transport and Highway Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલ – ‘ભારતમાં માર્ગ અકસ્માતો 2021’ અનુસાર, 2021માં દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો (Accidents)સાંજના કલાકો દરમિયાન થતાં જોવા મળ્યા છે.

સૌથી ઓછા અકસ્માતો (Accidents)મોડી રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે થયા હતા.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “સાંજે 6 થી 9 વાગ્યા વચ્ચેના સમયના અંતરાલમાં 2021 માં સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જે દેશના કુલ અકસ્માતોમાં 20.7 ટકા હિસ્સો ધરાવે છે અને આ છેલ્લા 5 વર્ષમાં જોવા મળેલી પેટર્નને અનુરૂપ છે.  અહેવાલ મુજબ અકસ્માતમાં સૌથી વધારે થતો હોય તે બીજો સમયગાળો બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચેનો હતો, જે માર્ગ અકસ્માતોમાં 17.8 ટકા હિસ્સો ધરાવે છે.

હાલમાં જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ડેટા મુજબ, બપોર અને સાંજ એ રસ્તા પર જવા માટેનો સૌથી ખતરનાક સમય છે. મોડી રાતના 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચેના સમયમાં સૌથી ઓછા અકસ્માતો થયા છે.”

2021માં દેશમાં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા અને સૌથી વધુ 85,179 માર્ગ અકસ્માતો (20.7 ટકા) સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે થયા હતા, જ્યારે 73,467 અકસ્માતો (17.8 ટકા) બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે થયા હતા. વર્ષ 2021 માં માર્ગ અકસ્માતોના મહિનાવાર વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ અકસ્માતો નોંધાયા હતા, ત્યારબાદ ડિસેમ્બર, નવેમ્બર અને ઓક્ટોબર આવે છે. જાન્યુઆરી 2021માં કુલ 40,305 અકસ્માતો નોંધાયા હતા, જેમાં 14,575 લોકોના મોત થયા હતા, એમ ડેટા જણાવે છે.

આ પણ વાંચોઃ

Bharat Jodo Yatra/ ભારત જોડો યાત્રાની ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી,આ સંગઠને આપ્યું સમર્થન,જાણો

Taliban/ તાલિબાને પાકિસ્તાનનો ભારત સામે 1971માં આત્મસર્પણનો ફોટો કેમ શેર કર્યો,જાણો કારણ