PM મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર સામે હાલ જો કોઇ માટો પ્રશ્ન હોય તે તો દેશની કથળતી અર્થિક સ્થિતિ અને રોજગારીનો છે. અર્થતંત્રને પાટા પર લાવવા મોદી સરકાર દ્રારા તમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. RBI દ્રારા ટુંકા ગાળામાં બે વાર રેપો રેટમાં કપા મુકવામા આવ્યો તે પણ આજ કારણે લેવામાં આવેલું પગલું હતું. તો રાજગારીની તકો ઉભી કરવા માટે પણ સરકાર દ્રારા યથાર્થ પ્રયત્નો હાલ કરવામા આવી રહ્યા છે.
બેઠકમાં ફૂગાવો, મોંધવારી, રોજગારી,દુકાળ, કૃષિ કટોકટી, વરસાદી પાણીની ખેતી અને ખરીફ પાક કિંમતો સહિતના મહત્વનાં મુદ્દા અંગે ચર્ચા – વિચારણા કરવામાં આવશે. બેઠક, PM મોદી જેના અધ્યક્ષ છે તેવા નીતિ આયોગના નેજા તળે મળી રહી છે. બેઠકમાં પં.બંગાળનાં બળવા પર ઉતરેલા મુખ્યમંત્રી મમતા બનેરજી સિવાય તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી હાજરી આપી રહ્યા છે. બેઠકમાં ફૂગાવો, મોંઘવારી, રોજગારી સહિતનાં તમામ મુદ્દા બાબતે કેન્દ્ર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરી દેશની આર્થિક સહિતનાં મામલે દિશાની રૂપરેખા વિશે તમામ રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. અને સાથે સાથે અગાઉની બેઠકોમાં લેવામાં આવેલી નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે. જેથી ભવિષ્ય માટે દેશ વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે નીતિ આયોગના 5માં અધ્યક્ષતા ખુદ PMમોદી જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.