વિરોધ/ બિહારના બકસરમાં આ કારણથી ખેડૂતો ગુસ્સે ભરાયા, અનેક વાહનોને આગચંપી

બિહારના બક્સર જિલ્લાના ચૌસામાં થર્મલ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો રોષે ભરાયા છે. પોલીસના મારના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા

Top Stories India
 BIHAR FARMER

 BIHAR FARMER:   બિહારના બક્સર જિલ્લાના ચૌસામાં થર્મલ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો રોષે ભરાયા છે. પોલીસના મારના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. આ ઉપરાંત ખેડૂતોએ પોલીસ પર પણ હુમલો કર્યો છે. હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરી છે.

નોંધનીય છે કે ખેડૂતો ચૌસા (BIHAR FARMER) નજીક બની રહેલા થર્મલ પાવર પ્લાન્ટથી સંબંધિત પાણી પુરવઠાની પાઇપલાઇન અને રેલ્વે લાઇન માટે જમીન સંપાદનના મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધમાં ખેડૂતોએ નિર્માણાધીન પાવર હાઉસના મુખ્ય દરવાજાને તાળા મારી દીધા હતા. ત્યારે પ્રશાસને તેનો વિરોધ કર્યો ન હતો, પરંતુ રાત પડતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ દળો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન પોલીસે ઘણા ખેડૂતોના ઘરોમાં ઘૂસીને બેરહેમીથી માર માર્યો હતો.

ખેડૂતો( BIHAR FARMER) સાથેની લડાઈનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે પોલીસ બનારપુર અને અન્ય અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના ઘરે મધરાત પછી પહોંચી હતી. આ દરમિયાન પોલીસે બળજબરીપૂર્વક ઘરોમાં ઘૂસી ખેડૂતોને માર માર્યો હતો. દૈનિક જાગરણ વાયરલ વીડિયોની ચકાસણી કરતું નથી.

Air India again in controversy/એર ઇન્ડિયા ફરી વિવાદમાં, ફલાઇટમાં મહિલા પેસેન્જર સાથે એવું તો શું થયું…

Geologist Survey/જોશીમઠમાં પુનર્વસન માટે IITના જિયોલોજિસ્ટે આપી આ ચેતવણી,જાણો