Not Set/ વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન અમદાવાદ-ગાંધીનગરની હોટલના ભાડા એક સમાન અને વાજબી રખાશે

વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ સંદર્ભે મુખ્ય સચિવના અધ્ય્ક્ષ સ્થાનને હોટલના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ અમદાવાદ: વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ દરમિયાન અમદાવાદ-ગાંધીનગરની સ્ટાર હોટલોમાં એક સમાન અને વાજબી ભાડા રાખવામાં આવશે તેમ અમદાવાદ-ગાંધીનગર સ્ટાર હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા સરકારને ખાતરી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-ર૦૧૯માં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ યોજાનાર છે.  જેમાં ભારત સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત […]

Ahmedabad Top Stories Gujarat Trending Business
During the Vibrant Gujarat, the fares of hotels of Ahmedabad-Gandhinagar are equally and fair

વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ સંદર્ભે મુખ્ય સચિવના અધ્ય્ક્ષ સ્થાનને હોટલના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

અમદાવાદ: વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ દરમિયાન અમદાવાદ-ગાંધીનગરની સ્ટાર હોટલોમાં એક સમાન અને વાજબી ભાડા રાખવામાં આવશે તેમ અમદાવાદ-ગાંધીનગર સ્ટાર હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા સરકારને ખાતરી આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-ર૦૧૯માં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ યોજાનાર છે.  જેમાં ભારત સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

દેશ-વિદેશથી આવતા મહાનુભાવોના રોકાણની વ્યવસ્થા અમદાવાદ – ગાંધીનગરની વિવિધ હોટલમાં કરવામાં આવનાર છે. વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯માં ભાગ લેવા આવનાર મહાનુભાવો માટે અમદાવાદ-ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટલના ભાડા એક સરખા અને વાજબી રહે તેમજ યોગ્ય સહકાર મળી રહે તે માટે બુધવારે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહની અધ્યક્ષતામાં તમામ હોટલના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં તમામ હોટલના પ્રતિનિધિઓ દ્વારા સમિટમાં આવનાર મહાનુભાવોને રહેવા માટે સારી અને ઉત્તમ વ્યવસ્થા એક સરખા અને વાજબી દરે આપવાની ખાતરી રાજ્ય સરકારને આપવામાં આવી હતી.

વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ દરમ્યાન મહાનુભાવોના આતિથ્ય માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા હોટલો કટિબધ્ધ છે.  આ ઉપરાંત, હોટેલોમાં ખાસ વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ ડેકોરેશન, લાઈટિંગ તેમજ મહેમાનોના સ્વાગત માટે અલગથી આયોજન કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરનાર મહાનુભાવો માટે હોટેલ દ્વારા ભોજન માટે ગુજરાતી વાનગીઓ સાથેની એક નવીન ’’વાયબ્રન્ટ થાળી’’ પણ પીરસવામાં આવશે તેમ પણ હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

હોટેલ એસોસિએશનના અધ્યક્ષ નરેન્દ્ર સોમાણી દ્વારા હોટલ એસોસિએશન વતી સરકારને જણાવાયું હતું કે, અમદાવાદ– ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટલોમાં રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ બેઠકમાં રાજ્ય કર કમિશનર પી. ડી. વાઘેલા, ઉદ્યોગ કમિશનર મમતા વર્માં, મહેસૂલ વિભાગના સચિવ અને કમિશનર હારિત શુક્લા, ઇન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલ, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગા, એડીશનલ સી.પી. (સ્પેશિયલ બ્રાન્ચ) વિપુલ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ને સફળ બનાવવા માટે વિસ્તૃતમાં ચર્ચા-વિચારણા કરી હતી.