અમદાવાદ,
અમદાવાદમાં વર્ષ 2009માં મજૂરગામમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન કોર્ટે ચૂકાદો આપતા લઠ્ઠાકાંડના 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે. નોંધનીય છે કે લઠ્ઠાકાંડના 10 આરોપીઓ છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ છે. જણાવી દઇએ કે લઠ્ઠાકાંડ કાગડાપીઠના મજૂરગામમાં થયું હતું.
નોંધનીય છે કે આ લઠ્ઠાકાંડ અમદાવાદના ત્રણ વિસ્તારમાં થયો હતો. જેમાં મજૂરગામ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમાં કુલ 23 વ્યક્તિઓનો મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઝેરી દારૂની અસરના ગંભીર રીતે ભોગ બન્યા હતા જેને કારણે અનેક લોકોને પોતાની દ્રષ્ટિ પણ ગુમાવી પડી હતી.