સમસ્યા/ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ 10 વર્ષમાં થયું 4 ગણું અને ખાડા થયા 40 ગણા

ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ ભાવનગરનાં રોડ અને રસ્તા ગુજરાતનાં અન્ય શહેરની હાલત કરતા સારા ગણાવ્યા છે તેમજ પ્રી-મોન્સૂન કામગીરી 100 % સારી થઈ હોવાનો દાવો કર્યો હતો જયારી મેયરે તો આ બાબતે મૌન જ સેવ્યું હતું

Top Stories Gujarat Others
ભાવનગર

ભાવનગર શહેરનું બજેટ દસ વર્ષમાં તો ચાર ગણું થયું પરંતુ પ્રાથમિક સુવિધામાં અનેક સમસ્યા જોવા મળે છે. ચોમાસુ આવતાજ ભાવનગરનો વિકાસ ધોવાઈ જાય છે અને ભાવનગર શહેરમાંથી ખડાનગરી બની જાઈ છે.  લાખો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં વપરાય છે પરંતુ સામાન્ય  વરસાદમાં પણ પાણી ભરવાની સમસ્યા યથાવત રહે છે અને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ભાવનગર મ્યુનિ…

વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે થતો અંદાજીત રૂ.230 લાખનો ખર્ચ કરવામાં આવે છે પણ વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાય જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 10 વર્ષમાં રૂ.283.08 કરોડથી વધીને રૂ. 1062.01 કરોડ સુધી પહોંચી ગયું પરંતુ સામાન્ય વરસાદ પછી પણ શહેરમાં પાણી ભરાવા, ખાડા  પડવા સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર છે. છેલ્લા 2 મહિનામાં પ્રી – મોન્સૂન એક્ટિવિટી પાછળ મ્યુનિ.એ વરસાદી પાણીના નિકાલ માટે  કરોડ ખર્ચ કર્યો પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. વિવિધ ટેક્સ, ફી પેટે 9.037.99 લાખની આવક છતાં લોકોને થતી હાલાકીમાં કોઈ ફેર નહીં

ભકવનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે BMC દ્વારા  અંદાજે 30 કિલોમીટરની લાઈનો નાખવામાં આવી છે તેમ છતાં ચોમાસામાં  પરિણામ શૂન્ય રહે છે.  શહેરમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસતા જ શહેરનાં ઘણા વિસ્તરમાં 4 ફૂટ પાણી ભરાઈ જાય છે. પ્રતિ વર્ષ સ્ટ્રોમ વૉટર લાઇન નાખવા તેમજ રીપેરીંગ કામ સબબ રૂ.70 લાખનો ખર્ચ છે તેમજ કેચપેટ્ટીની સફાઈ માટે 16 લાખ રૂપિયા બીએમસી પ્રતિ વર્ષ ખર્ચે છે તેમ છતાં ભાવનગરમાં માત્ર એક થી બે ઇંચ વરસાદમાં મોટાભાગનાં વિસ્તારમાં બેટમાં ફેરવાઈ છે. ભાવનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનાં બજેટ રજૂ થાય છે પણ નગરજનોની સમસ્યામાં કોઈ ફેરફાર નથી.  દસ વર્ષથી અનેક વિસ્તારમાં પાણીનાં પ્રશ્ન,પીવાના પાણી સાથે ડ્રેનેજ લાઇન ભળી જવી, રોડના સમારકામ, કે પછી રોડની ખરાબ હાલત જે સે થે જેવી છે.

ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ  ભાવનગરનાં રોડ અને રસ્તા ગુજરાતનાં અન્ય શહેરની હાલત કરતા સારા ગણાવ્યા છે તેમજ પ્રી-મોન્સૂન કામગીરી 100 % સારી થઈ હોવાનો દાવો કર્યો હતો જયારી મેયરે તો આ બાબતે મૌન જ સેવ્યું હતું અને કાઇપણ કહેવવાની મનાઈ કરી હતી. જ્યારે જાહેર જનતા દ્વારા રસ્તા અને સામાન્ય સુવિધામાં કોઈ ફેરફાર નહિ થાય હોવાના આક્ષેપ કરવામાં આવે છે.

આ પણ વાંચો : પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો